દાહોદની એમ.વાય. હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે ફતેપુરા તાલુકાનાં ડબલારા પ્રા. શાળાના શિક્ષકને “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે સન્માનિત કરવામાં આવ્યા

0
242

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. શિક્ષક એટલે ક્ષમા, શિસ્ત અને કરુણાનો ત્રિવેણી સંગમ. જેના માનમાં શિક્ષકદિન ઉજવાય છે તેવા આધુનિક ભારતના મહાન શિક્ષક ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ ૫ મી સપ્ટેમ્બર ના રોજ થયો હતો. તેમની યાદમાં દર વર્ષે ૫મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે અને જિલ્લા અને તાલુકાનાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.

આ પ્રસંગે ફતેપુરા તાલુકાના “ડબલારા પ્રાથમિક શાળા” માં ફરજ બજાવતા રવિન્દ્રકુમાર જયંતીલાલ પ્રજાપતને શાળાની શ્રેષ્ઠ કામગીરી બદલ “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર આનંદની લાગણી અનુભવે છે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શાળાના સ્ટાફ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here