દાહોદની જાહેરાતની દુનિયાના બેતાજ બાદશાહ વલીભાઈની ચીર વિદાય : NewsTok24 પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ

  0
  1203

  પરિવાર

   

   

  દાહોદની પોતાની એક આગવી ઓળખ તો છે જ. પણ દાહોદ ને જાહેરાતની દુનિયામાં એક આગવી ઓળખ આપનાર દાહોદના એક અવાજના બાદશાહ અને “મેરી આવાઝ સુનો” ના માલિક વલીભાઈએ આપણી વચ્ચેથી આજે ચીર વિદાય લીધી છે. અને દાહોદ નગરે ખરેખર એક જાહેરાતની દુનિયાનો રત્ન ગુમાવ્યો છે.

  વલીભાઈના મૃત્યુના સમાચાર થી સમગ્ર દાહોદના લોકો શોકમગ્ન બની ગયા હતા. નાના ભૂલકા હોય કે મોટા હોય, વૃદ્ધ હોય કે વડીલો… વલીભાઈ જાહેરાત બોલતા કરતા તેમના વિસ્તારોમાથી નીકળે એટલે સાંભળવા ઘરની બહાર આવી જ જતા. લોકોને તેમના કટાક્ષ કરવાની સ્ટાઇલ ખૂબ ભાવિ ગઈ હતી. કોઈને પણ તેમના નામથી બોલાવી જાહેરાત કરતી વખતે તેઓનું નામ જોડવું તે એમની આગવી છટા હતી.

  દાહોદના તમામ સોસીયલ મીડિયામાં તેઓના મૃત્યુ બાદ આ રીતના લખેલો મેસેજ વાઇરલ થયો.

  દાહોદમાં સરકારી જાહેરાત હોય કે ખાનગી, કોઈ નાટક હોય કે સ્પેશિયલ શૉ, મેળો હોય કે પ્રદર્શન હોય, જાદુગરનો પ્રોગ્રામ તમામ માટે જાહેરાત કરવા માટે કોમન ગણાતા વલીભાઈ. તેમની બોલવાની આગવી છટા લોકોને આકર્ષતી અને તે કઈ વસ્તુની જાહેરાત કરે છે તે જાણવા ઉત્સુક બનાવી દેતી. આવા દાહોદના તારલાને NewsTok24 પરિવાર તરફ 💐💐💐હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ 💐💐💐 કરીયે છીએ અને પ્રભુ દિવંગત ની આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here