દર્દી નામે મયુરભાઈ કે.બારીયા (૧૩વર્ષ) ઝાલોદ રહેવાસી તારીખ ૭/૮/૨૦૨૪ ના રોજ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે બતાવવા આવેલ. દર્દીને બંને કાનમાં પાક થયેલો જે મગજ સુધી ફેલાઈ ગયેલો. જેથી દર્દી બેહોશીની હાલતમાં હતું આ માટે તેને ENT વિભાગ તથા મગજના ડોક્ટરને બતાવી દાખલ કરવામાં આવેલ. દર્દીની હાલત નાજુક હોવાને લીધે તાત્કાલિક ડોક્ટર હરિશંકર શર્મા તથા ડોક્ટર ધીરેન હાડા દ્વારા ઓપરેશન કરવામાં આવેલ. જે લગભગ છ (૬) કલાક સુધી ચાલેલું અને સફળતાપૂર્વક પૂર્ણ થયેલ. બે (૨) દિવસ પછી દર્દી તંદુરસ્ત છે. આવું ઓપરેશન સમગ્ર ઝાયડસ હોસ્પિટલ દાહોદમાં પ્રથમ વાર થયેલ છે. તેનો સંપૂર્ણ શ્રેય ડોક્ટર હરિશંકર શર્મા અને ડોક્ટર ધીરેન હાડા તથા સમગ્ર કાન, નાક, ગળા (ENT) તથા ન્યુરોસર્જરી વિભાગને જાય છે.
HomeDahod - દાહોદદાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કાનના દર્દીનું ૬ કલાક ચાલેલ ઓપરેશન, ડોકટર દ્વારા સફળતા...