દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં IRCTC ના સહયોગથી થેલેસેમિયા ટ્રાન્સફયુશન સેન્ટરનું થયું ઉદ્દઘાટન

0
150

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ Zydus સિવિલમાં થેલેસેમિયા ટ્રાન્સયુશન સેન્ટર શરૂ કરાયું.

દાહોદ જિલ્લાના મુખ્ય Zydus સિવિલ હોસ્પિટલમાં આજે થેલેસેમિયા ટ્રાન્સફયુશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. આ સેન્ટરનું ઉદ્દઘાટન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે, અને દેશના વડા પ્રધાનની ખૂબ નિકટ આ જિલ્લો છે અને એટલે જ વડા પ્રધાન મોદીએ દાહોદમાં PPP મોડલ થી Zydus સિવિલની શરૂઆત કરી અને જેમાં Zydus ના MD પંકજ પટેલનો પણ સિંહ ફાળો છે. દાહોદ જિલ્લામાં આટલી મોટી હોસ્પિટલ ઉભી કરી અને તેમાં વારાફરથી નવી નવી સુવિધાઓ જોડતી જાય છે. Zydus સિવિલમાં પહેલેથી X-ray, સિટી સ્કેન, RTPCR ટેસ્ટ, વેન્ટિલેટર વગેરે એકઝમીનેશન અને તેને લાગતી બીમારીઓ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આજે તેમાં એક નવું પીંછું ઉમેરાયું અને તે છે થેલેસેમિયા ટ્રાન્સફ્યુશન સેન્ટર.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

જેનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લાના લોક લાડીલા સંસદ જસવંતસિંહ ભાભોરના વરદ્દહસ્તે દાહોદ Zydus ના CEO સંજય કુમાર અને IRCTC ના કર્મચારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં થયું હતું. દાહોદ જિલ્લા માટે આ સેન્ટરની ખૂબ જરૂરિયાત હતી અને તે દેશના વડા પ્રધાન મોદીની આરોગ્ય ક્ષેત્રે આગવી પહેલ અને દાહોદના સાંસદની રજુઆત અને IRCTC એટલે કે ઇન્ડિયન રેલ્વેના સહયોગથી અને વિશીંગ ફેકટરી નામની વડોદરા સ્થિત NGO ની આ સેન્ટર ની કાર્યવાહી માટે કામ સોંપી અને આ સેન્ટર ને દાહોદ ની Zydus સિવિલમાં શરૂ કરાયું હતું. આ સેન્ટરમાં થેલેસેમિયા બાળકોને જે થોડા થોડા દિવસોના અંતરલમાં બ્લડ ચઢાવું પડતું હોય છે તે માટે આજદિન સુધી તેઓને આ ટ્રીટમેન્ટ માટે અમદાવાદ, વડોદરા દોડવું પડતું હતું પરંતુ આજથી આવા પેશન્ટ અને વાલીઓને રાહત થશે કે આની સારવાર દાહોદમાં મળી રહેશે. આ સેન્ટર શરૂ થતાં થેલેસેમિયા દર્દીઓનું આજે ચેકઅપ પણ કરાયું હતું અને આ સેન્ટર ની શરૂઆત થઈ તે પેશન્ટનાં વાલીઓમાં ખુશી પણ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here