દાહોદની નગીના મસ્જીદના ટ્રસ્ટીઓ અને સભ્યોના વચ્ચે પેટા ભાડુઆતને લઈને મારામારી થતા મસ્જીદને તાળું  

0
1075

Keyur A. Parmar logo-newstok-272-150x53(1)

Keyurkumar Parmar – Dahod Bureau

 

દાહોદ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ નગીના મસ્જીદમાં વર્ષોથી જે જુના વહીવટકર્તા હતા તેમની જગ્યાએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા 6 નવા ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મુખ્યમંત્રીની સુચના મુજબ પેટા ભાડુઆત અંગેની અરજીના આધારે વકફ બોર્ડને જાણ કરવામાં આવી હતી અને ત્યારથી વકફ બોર્ડ દ્વારા ચેરીટી કમિશ્નરમાં જાણ કરતા દાહોદ ચેરીટી કમિશ્નર દ્વારા આ અંગે મુખ્યમંત્રીને કરાયેલ અરજી  જેમાં પેટા ભાડુઆતો અને ટ્રસ્ટ ની મિલકતોની વેચાણ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે બાબતની સ્થળ તપાસ કરવા માટે ચેરીટી કમિશ્નરની ટીમના સભ્ય નગીના મસ્જીદ પહોચ્યા હતા ત્યારે આશરે 150 થી 200 ના ટોળાએ ભેગા થઈને ચેરીટી કમિશ્નરના સભ્યો સાથે આવેલ વકફ બોર્ડના કાર્યકર્તાઓ અને અન્ય તેઓના સાથીદારો ઉપર હુમલો કરી તુટી પડતા 3 થી 4 વ્યક્તિઓને લોહીલુહાણ હાલતમાં દવાખાને લઇ જવામાં આવ્યા હતા અને પોલીસ આવી ત્યાર સુધી દાહોદ ભગીની સમાજ પાસે નો રસ્તો 15 થી 20 મિનીટ સુધી જામ રહ્યો હતો. અને ટોળામાના લોકો મસ્જીદને તાળુ મારી નાસી ગયા હતા. અને બીજી બાજુ ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ ઘસી આવતા ઘટના સ્થળ પરથી નાસતા લોકોને પકડીને જેલ ભેગા કર્યા હતા. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here