દાહોદની નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને ૨૫ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

0
30

૨૫ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ નિમિત્તે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સહભાગી થતા દાહોદ જિલ્લાનું યુવાધન.

સ્વામી વિવેકાનંદના જન્મજયંતિ નિમિત્તે ૨૫ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. આ નિમિત્તે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમને દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં યુવાનોએ ઓનલાઇન નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કરેલા પ્રવચનને રસપૂર્વક સાંભળ્યું હતું. આ વેળાએ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી પણ યુવાઓએ આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતા. દાહોદની નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ યોજાયેલા કાર્યક્રમમાં પણ યુવાનોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ વેળાએ નવજીવન આટર્સ અને કોમર્સ કોલેજના આચાર્ય, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ – કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here