દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં “આદિવાસી સત્યાગ્રહ” રેલીને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કર્યું સંબોધન

0
52

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ઉપર સત્યાગ્રહ રેલીને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ આજે તા.૧૦/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ સંબોધન કર્યું. સત્યાગ્રહ એપ પછી સંગીત એપનું ઉદઘાટન કર્યું હતું અને તેમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ કહ્યું હતું કે ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ – બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભાઈ – બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી સતત સંસદ, ધારાસભા અને સડક પર લડત આપી રહી છે . ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિ ને મોટા પાયે નુકસાન કરી રહી છે. જેથી કોંગ્રેસની સરકાર આવશે તો રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરીશું.

આ પ્રસંગે કાંતિલાલ ભુરીયા એ કહ્યું કે ભાજપનું જ્યાં શાસન છે ત્યાં આદિવાસીઓ ઉપર ભજપાઈઓ , આર.એસ.એસ બજરંગદળ ના લોકો રાજ કરી રહ્યા છે. આપડે લડિયે નહિ ત્યાં સુધી હક નહિ મળે કેમ કે આ તુગલગી રાજ છે. હિટલરશાહી રાજ છે નરેન્દ્ર મોદી દેશનો પાક્કો હિટલર છે એ એની દાદાગીરી કરી દેશ અને સરકાર ચલાવે છે. પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ સરકાર ચલાવે છે બાકી બધા પોતપોટના ઘેર બેઠા છે એમની સરકારમાં એમના થકી મોટા મોટા ઉદ્યોગપતિ અને માફીયાઓના કામ થાય છે તમારું કામ નહિ થાય તમારે સિંહની જેમ ગર્જના કરવી પડશે તો તમારા હકો તમને મળશે.

આ “આદિવાસી સત્યાગ્રહ” રેલીમાં કુલ ૩ ડોમ બનાવવામાં આવ્યા હતા અને તેમા અંદાજે ૧૫૦૦૦ જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવી હતી અને તે બધી જ ભરાઈ ગયેલ અને બાકીની ત્રણ થી ચાર હજાર જેટલી પબ્લિક ઉભી ઉભી આ રેલીમાં હાજર હતી. આમ આ “આદિવાસી સત્યાગ્રહ” રેલીમાં ૧૮ થી ૧૯ હજાર જેટલું માનવ મહેરામણ ઉમટ્યું હતું.

કૉંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ વક્તવ્યમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને હિન્દુસ્તાન બનાવવા નથી માંગતી પણ વડાપ્રધાન મોદી બે હિન્દુસ્તાન બનાવવા માંગે છે એક અમિરોનું જેમને બધું મફત આપી લૂંટાવી દેવું છે અને બીજું લાખો કરોડો ગરીબ લોકોનું જેમને કોરોનામાં બેડ નથી મળ્યા અને લોકોને હોસ્પિટલમાં મરવા મોકલી આપ્યા હતા. અને વધુમાં કહ્યું હતું કે તમારા હક્કો છીનવાઈ ગયા છે તમારે પણ તમારા હક છીનવીને જ લેવા પડશે. તમારે તમારી આવાજ એટલી મજબૂત કરવાની કે માત્ર ગુજરાતના મુખ્યમંત્રી સુધી નહિ પણ પ્રધાનમંત્રી સુધી પહોંચે.

મીડિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોઈ ગરીબ વ્યક્તિનો ચેહરો ટીવી ઉપર નથી દેખાતો માત્ર નરેન્દ્ર મોડીનો જ ચેહરો દેખાય છે. એટલે જ આપડે બધા સાથે ભેગા મળી સાથે સત્યાગ્રહ રૂપે લડત આપીશું અને તમારા હક માટે લડીશું અને જો કોંગ્રેસની સરકાર આવશે તો તમારા હકો તરત આપીશું.

આ પ્રસંગે મંચ ઉપર ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુનાથ શર્મા, અર્જુન મોઢવાડિયા, ભરત સોલંકી, નારણ રાઠવા, મધુસૂદન મિસ્ત્રી જીજ્ઞેશ મેવાની, હાર્દિક પટેલ સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here