દાહોદ જિલ્લાના ફતેપુરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતેદારોને કરવો પડે છે પારાવાર મુશ્કેલીનો સામનો

0
162

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઘુઘસ રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. આ બેંકમાં થોડા થોડા સમયાંતરે પોતાના ખાતેદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા વખત પહેલા આ જ બેંકમાં નેટ બંધ થઈ ગયાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી અને છેલ્લા બે દિવસથી આ જ બેંકના ગામડાના ખાતેદારો પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા આવતા સવારથી જ લાઈનો લગાવીને ઉભા રહી જાય છે. પરંતુ બેેંક કર્મચારીઓના આળસીપણાને લીધે બેંક વ્યવહારમાં બહુ મોડું થાય છે.

તેના લીધે ખાતેદારોને લાંબા સમય સુધી બહાર ઉભા રહેવાનો વારો આવે છે અને બેંક સમય પૂરો થતાં તેમને પોતાના ખાતામાંથી રકમ ઉપાડવા માટે પરત બીજા દિવસે આવું પડે છે. દિવસ દરમ્યાન સવારથી જ આકરો તડકો હોવા છતાં બેંક દ્વારા કોઈ પણ પ્રકારના છાયડાની વ્યવસ્થા કે કોઈ ટેન્ટ પણ બાંધવામાં આવેલ નથી. બેંકમાં આવેલ ખાતેદારોને ઘણા સમય સુધી તડકામાં જ ઉભું રહેવું પડે છે. તેમાં વળી મોટી ઉંમરના ઘરડા માણસો પણ હોય છે. બેંક દ્વારા બહાર લાઈનમાં ઉભેલા ખાતેદારોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને બેંક મેનેજર દ્વારા ખાતેદારો સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે, તેવી પણ માહિતીઓ મળેલ છે. આ અંગે ખાતાકીય અધિકારીઓએ પણ ધ્યાન દોરવું જરૂરી જણાઈ રહ્યું છે. બીજી બાજુ અહીંય ખાતેદારો દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ ધ્યાન દોરવામાં આવતું નથી. એવુ સમગ્ર ગામમાં લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે. શું આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે ખરા ? ? ? તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here