દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતા ગોવિંદ ગુરુ યુનિ.ના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણ

0
42

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાયે આજે તા.૧૫/૧૨/૨૦૨૧ ને બુધવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ તેમજ એક્સિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર નરેન્દ્રભાઈ સોનીની ઉપસ્થિતિમાં સનરાઈઝ પબ્લિક સ્કુલ, દાહોદ ખાતે પુષ્પાંજલિ તેમજ જીવન અને કવન વિશે વિદ્યાર્થીઓ માહિતી મેળવે તે માટેના કાર્યક્રમ યોજાયો હતો.

સનરાઈઝ પબલિક સ્કૂલ દાહોદ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા , અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન અને કવન વિશે માહિતી આપી અને લોખંડી પુરુષનું મનોબળ કેવું લોખંડી હતું તે વિશે નું વક્તવ્ય આપ્યું હતું .આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નરેન્દ્રભાઈ સોની પ્રખર શિક્ષણવિદ્દ ગોપાલભાઈ ધાનકા, શિક્ષણ શાસ્ત્રી કલસિંહભાઈ મેડા, સંસ્થાના ટ્રસ્ટી રવિ પંચોલી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here