દાહોદની સેંટ મેરી સ્કુલના વિદ્યાર્થીઓનો પ્રેરક સંદેશ “DAHOD VOTE ON 23 APRIL” માનવ આકૃતિ રચીને મતદાન અવશ્ય કરવા સંદેશો આપ્યો

0
404

 THIS NEWS IS APONSORED –– RAHUL MOTORS 

દાહોદ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી તા. ૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ યોજાનાર છે. આ સંદર્ભે દાહોદ જીલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.દાહોદ શહેરની સેંટ મેરી સ્કુલના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં સંચાલક, આચાર્યશ્રી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ “DAHOD VOTE ON 23 APRIL” એવો પ્રેરક સંદેશો આપતી માનવ આકૃતિ રચીને વધુમાં વધુ મતદાન કરવા દરેક નાગિરકોને અનોખો સંદેશો આપ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ હતુ કે આવા કાર્યક્રમો થકી દેશની લોકશાહી અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અને મતદાનની મહત્તાના સંસ્કારોનું સિંચન બાળકો – વિદ્યાર્થીઓને વિદ્યાર્થીકાળથી જ થાય છે. ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીને તેમને બિરદાવી હતી.

આ પ્રસંગે શાળાના સંચાલક ઝુબીનભાઇ કોન્ટ્રાક્ટરએ દેશના વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તેમના માતા – પિતા તથા પડોશીઓને તેમની જવાબદારી સમજાવીને મતદાન કરવા તથા પ્રેરવા માટે શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતિ ઇલાબેન શુકલાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ ભલે પોતે મતદાન કરી ન શકતા હોય પરંતુ પોતાના માતા – પિતા, વાલીઓ, પડોશીઓને મતદાન અવશ્ય કરવા માટે સંદેશો અવશ્ય આપી શકશે. મતદાન જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ અધિકારી પ્રજાપતિ સાહેબ, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here