દાહોદમાં આચાર્યશ્રી શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજ શિક્ષણ શિબિરના ૧૨માં દિવસે ૧૩માં કાવ્યમાં મુનિરાજે દાનની મહિમા સમજાવી : મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે

0
71

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના પુષ્પદંત નિલયમાં પાછલા કેટલાંય દિવસોથી પ.પૂ. શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજના પાવન સાનિધ્યમાં ભક્તામર સમ્યકજ્ઞાન શિક્ષણ શિબિર ચાલી રહી છે. શિક્ષણ શિબિરના ૧૨માં દિવસે ૧૩માં કાવ્યમાં દાનની મહત્તા સમજાવી જણાવ્યું હતું કે દાન કરવાથી સંપત્તિ અનેકગણી વધી જાય છે.
પ.પૂ. શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજે શિબિરના ૧૨માં દિવસે જણાવ્યું હતું કે કંજૂસ વ્યક્તિ સૌથી મોટો ધની હોય છે કારણકે તે જીવતે જીવ તો કંઇ દાન કરતો નથી પરંતુ મૃત્યુ બાદ બધું જ છોડી જાય છે. જે પ્રકારે બીજુંકા હોય છે જે ખેતરોમાં લટકેલો હોય છે અને પક્ષીઓ અને કંઈ પણ ખાવા દેતો નથી તે જ પ્રકારે કંજૂસ પણ હોય છે જે પોતે તો કંઈ ખાતો નથી પરંતુ બીજાને પણ ખાવા દેતો નથી વ્યક્તિ ધન ભેગું કરવા માટે દિવસ-રાત હાય હાય કરે છે અને એક દિવસ બધું જ છોડીને જતો રહે છે ધનથી પણ બધાને સુખ નથી મળતું સૌથી મોટું ધન સંતોષ ધન છે એક સોને કે લીયે પરેશાન હૈ તો એક સોને સે પરેશાન હૈ. પુણ્ય છપ્પર ફાડીને આપે છે અને પાછું લે છે તો થપ્પડ મારીને લે છે.
નોકરી કરવાથી ધન ડબલ થાય છે, ખેતી કરવાથી પૈસા ત્રીગુણા થાય છે, વેપાર કરવાથી પૈસા ચાર ગણા થાય છે, પરંતુ આહાર દાન કરવાથી પૈસા અનંત ગણા થઈ જાય છે. પાછલા જન્મમાં દાન આપ્યું હોય તો આ જન્મમાં ધન સંપત્તિ મળી છે અને આ જીવનમાં દાન કરવાથી આગલા જન્મમાં પણ ધન મળશે તમારી પાસે જે ધન દૌલત છે તે કોઈ સંતને કારણે છે.
બસમાં જેટલા પાછળ બેસો તેટલા જ ઝટકા વધુ લાગશે તે જ પ્રકારે ગુરુથી જેટલા દૂર જશો તેટલા પાછળ જતા રહેશો અને જેટલા પાસે આવશો તેટલા જીવનમાં આગળ વધશો એટલે જ પોતાની સંપત્તિને ગુરુ ની સેવા માં લગાવો, આહાર દાનમાં લગાવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here