
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૦૮/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ ૨૭ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાત ની સાથે કોરોના કેસોનો સિલસિલો એકદમ વધી જવા પામ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે ગત 24 કલાક પહેલા RTPCR ના ૧૪૦ અને આજના રેપીડ ટેસ્ટના ૩૨૪ મળી કુુુલ ૪૬૪ સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા તેમાંથી ૪૩૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૨૭ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૭૩૨ પર પહોંચી ચુક્યો છે. જ્યારે ૩૧ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૨૨૭ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે આજે ૦૧ લોકોની મૃત્યુ થઈ છે તે મળીને કુલ ૪૩ વ્યક્તિઓ સાથે કુલ ૪૭ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું વધતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી ખલભળાટ મચી ગઈ હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ કુલ 769 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 748 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 21 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) રાજેન્દ્ર લક્ષ્મીનારાયણ લખારા, (ર) નંદકિશોર જયરામ ભાઈ યાદવ, (૩) રમીલાબેન રમેશભાઈ ગોહીલ,(૪) લીલાબેન રમણભાઈ પ્રજાપતિ, (પ) વજેસીંગ પાંગળા ભાઈ મીનામા, (૬) હિતેશભાઈ જીવનલાલ ગજ્જર, (૭) ફાતેમાબેન મોહંમદભાઈ સમાદ, (૮) લખારા પ્રકાશકુમાર અમૃતલાલ, (૯) લખારા નીરૂબેન પ્રકાશકુમાર, (૧૦) લખારા પ્રજ્ઞેશકુમાર પ્રકાશભાઈ, (૧૧) લખારા રાકેશકુમાર પ્રકાશકુમાર, (૧ર) લખારા તનીષા રાકેશભાઈ, (૧૩) લખારા રિષભભાઈ પ્રજ્ઞેશભાઈ, (૧૪) લખારા કોકીલાબેન રાજેન્દ્રકુમાર, (૧પ) લખારા ચિરાગભાઈ રાજેન્દ્રકુમાર, (૧૬) લખારા સતીષભાઈ લક્ષ્મીનારાયણ, (૧૭) પ્રજાપતિ પ્રતિક નટવરભાઈ, (૧૮) ભાટીયા સંજય ચંદુભાઈ, (૧૯) નીનામા બેથલબેન નિરંજનભાઈ, (ર૦) નિસરતા નિયતીબેન પર્તવભાઈ જ્યારે રેપિડ ટેસ્ટમાં : (૨૧) સુરેન્દ્રસીંહ મધુસિંહ લબાના, (૨ર) રાકેશભાઈ અરવીંદ ભાઈ મુનીયા, (૨૩) કમળાબેન છત્રસીંહ પરમાર, (૨૪) કિશોરભાઈ દેસાઈ, (૨પ) હરેશભાઈ જી. ત્રિપાઠી, (૨૬) અશ્વિનભાઈ રમણલાલ પંચાલ, (૨૭) મેહુલકુમાર કિશોરભાઈ દેસાઈનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદમાં ૦૮, લીમખેડામાં એક જ પરિવારના ૯ સભ્યો મળી કુલ ૧૧, ઝાલોદમાં ૦૭ અને ગરબાડામાં ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૨૭ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ હોમ ક્વોરાન્ટાઈન કરેલ વ્યક્તિઓ મળી કુલ ૧૩૮૮૭ લોકોના સેંપલ કલેક્ટ કર્યા હતા. જે પૈકી ૧૨૯૭૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજ રોજ દાહોદ જિલ્લામાં ૨૭ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૭૩૨ થઈ છે અને આજ રોજ કુલ ૩૧ વ્યક્તિ સરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં કુુુલ ૪૫૮ વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ ૨૨૭ પર પહોચી ગઈ અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો ૦૪ અને અન્ય બીમારીને કારણે આજ રોજ મૃત્યુના ૦૧ કેેસ નોંધાવવાની સાથે કુલ ૪૩ વ્યક્તિઓ મળીને કુલ ૪૭ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.