દાહોદમાં આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

0
116
  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
પ્રધાનમંત્રીની આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી યોજના એટલે આયુષ્યમાન ભારત. દાહોદમાં આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધીની તમામ સારવાર આ કાર્ડ ધારકને કોઈ પણ હોસ્પિટલ જે આયુષ્યમાન ભારત સાથે જોડાયું છે ત્યાં થાય છે. અને આ યોજનાનો દાહોદ જિલ્લામાં માધ્યમ અને ગરીબ કાર્ડ ધારકોએ ખૂબ લાભ લીધો છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું મોનીટરીંગ અને સંકલન દાહોદ જિલ્લામાં આયુષ્યમાન ભારતની ટીમ કરે છે, જે સીધી CDHO આર.આર.પરમારના માર્ગદર્શનમાં કામ કરે છે અને DPO ( PMJAY  – MAA ) અનુરાગ શર્મા તે ટીમના સીધા લીડર છે અને મેઘલ કડિયા એક્સક્યુટિવ છે. આ યોજનામાં અત્યાર સુધી દાહોદ જિલ્લામાં 3 લાખ 39 હજાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે અને તેમાંથી અત્યાર સુધી 2 લાખ 4 હજાર કાર્ડ ધરકોએ આ યોજનાનો સીધો લાભ લીધો છે. આ કાર્યક્રમ દાહોદ જિલ્લાની ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં CDHO, DLO, DPO અને ઝાયડ્સના સુપ્રિટેન્ડન્ટ અને M.S. ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here