દાહોદમાં ઈદે મિલાદુન્નબીના શુભ અવસર પર દાઉદી વ્હોરા સમાજના PRO ઇન્ટરનેશનલ અફેર્સ સંસ્થા દ્વારા એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો

0
273

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONADA 

આજે તા.09/11/2019 ના શનિવારના રોજ દાઉદી વ્હોરા સમાજના PRO ઇન્ટરનેશનલ અફેર્સ સંસ્થા દ્વારા એક સન્માન સમારોહ ઈદે મિલાદુન્નબીના શુભ અવસર પર રાખવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ તથા શહેર પોલીસ P.I. વી.પી. પટેલ તથા અતિથી વિશેષ દાહોદ શહેરના આમિલ સાહેબ શેખ જોહરભાઈ બદરી (નજમી મસ્જિદ) તથા શેખ શબ્બીરભાઈ (સૈફી મસ્જિદ) ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું. સદર કાર્યક્રમ નગરપાલિકા દાહોદને સ્વચ્છતા એવોર્ડ મળવા બદલ નગર પાલિકા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈનું તથા દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શાંતિ બનાવી રાખવા બદલ P.I. વી.પી.પટેલનો સાલ ઓઢાડી તથા શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન દરમિયાન હુસેનીભાઈ ખરોદાવાલા (માલિક) એ સમાજના વિવિધ આયોજનો જેવા કે સ્વચ્છતા, વૃક્ષોરોપણ તથા ફૈઝુલ મવાએદીલ બુરહાનીયાહ થકી હર ઘરમાં થાલી (ટિફિન) પહોંચાડવાની સૈયદના સાહેબની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો તથા બચેલા જમણ ને દાના કમિટી દ્વારા અન્ય લોકોમાં પહોંચાડવાની સેવાઓને બિરદાવી હતી. ઇન્ટરનેશનલ ફૂડ ડે ના દિવસે તમામ જગ્યાએ સૈયદના સાહેબ તરફથી જરૂરિયાત મુજબનું નાત-જાત ભોજન આપવામાં આવે તેની નોંધ લેવાય.

સદર કાર્યક્રમમાં પોતાના ઉદ્દબોધનમાં પ્રશાંતભાઈ દેસાઈએ કહ્યું કે દાઉદી વ્હોરા સમાજ દેશ હિત સાથે હંમેશા જોડાયેલા રહે છે. એ જ રીતે P.I. વી.પી. પટેલે પોતાના ઉદ્દબોધનમાં દાહોદ શહેર શાંત શહેર છે. જેમાં શાંત કોમની સહયોગની ભાવના જવાબદાર હોવાની વાત આજ રોજ ઈદ-એ-મિલાદ નો દિવસ શિસ્ત બદ્ધ રીતે દાહોદ શહેરમાં બુરહાની સ્કૂલથી એમ.જી.રોડ થી નગરપાલિકા ચોક થઈ નેતાજી બજાર થઈ પડાવ વાળા રસ્તે સૈફી મસ્જિદમાં જુલુશ સમાપ્ત કરવામાં આવ્યુ હતું. જેમાં સમાજના બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જુલુશનું આયોજન બુરહાની ગાર્ડની કમિટીએ કર્યું હતું કાર્યક્રમમાં સામેલ અતિથિ વિશેષનુ પુષ્પગુચ્છ દ્વારા વિવિધ કમિટીના સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન PRO ઇન્ટરનેશનલ સંસ્થાના સેક્રેટરી યુસુફભાઈ રાણાપુરવાલા તથા તેની ટીમ બુરહાનભાઈ ભાટીયા, મઝહરભાઈ કુંદાવાલા, અસગરીભાઈ દુધિયાવાલા, મોહમ્મદભાઈ ઢીલાવાલા, આરીફ્ભાઈ માંડલીવાલા તથા જુમાતના સભ્યોએ કહ્યું હતું કાર્યક્રમમાં હાજર અતિથિઓની આભાર વિધિ જનાબ શેખ જોહરભાઈ તથા શેખ શબ્બીરભાઈએ કર્યું હતું. આ તમામ માહિતીની જાણકારી નજામી મસ્જિદ PRO હાતીમભાઈ પારાવાલા એ અમારા NewsTok24 ના તંત્રીને આપેલ હતી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here