દાહોદમાં કોંગ્રેસનો રોડ શો બાબુ કટારા પોતાના સમર્થકો સાથે દાહોદના રાજમાર્ગો ઉપર ફર્યા 

0
324
લોકસાભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ગણતરીના દિવસો જયારે હવે મતદાન માટે રહી ગયા છે અને ટૂંક સમયમાં પ્રચાર થંબી જશે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો પોતપોતાના કીમીયાઓ અજમાવી રહ્યા છે.
દાહોદ જિલ્લાના મુખ્ય શહેર દાહોદના આઈ.ટી.આઈ. પાસેથી આજે તા.૨૦/૦૪/૨૦૧૯ શનિવારના રોજ કોંગ્રેસએ પોતાના પ્રચાર માટે રોડ શોનું આયોજન કર્યું હતું. રેલીમાં દાહોદના કોંગ્રેસ ના ધારાસભ્ય વજેસિંગ પણદા, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ તથા લોકસભાના ઉમેદવાર બાબુભાઇ કટારા જેવા નેતાઓ રેલીમાં જોડાયા હતા. તદુપરાંત દાહોદમાં આ રોડ શોમાં કોંગ્રેસના દાહોદ અને ઝાલોદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ રેલીમાં ખાસ કરીને મહિલાઓની પણ સંખ્યા સારી એવી જોવા મળી હતી. આ રેલી દાહોદના ઝાલોદ રોડ પર આવેલ આઈ.ટી આઈ. થી નીકળી સ્ટેશન રોડ થઇ ભાગની સર્કલ થી માણેક ચોક થઇ દાહોદના જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરી અને ગોવિંદનગર ખાતે સમાપ્ત થઇ હતી. રેલીમાં સંખ્યાબળ બતાવતા ઉમેદવારો ખરેખર જમીની હકીકતમાં કેટલી હદે અને વોટમાં ફેરવી કાઢવામાં સફળ નીવડે છે તે તો મતદાન થયા પછી જ પરિણામના દિવસે ખબર પડશે પરંતુ એમ કહી શકાય કે હાલ દાહોદ જિલ્લામાં ચૂંટણીનો જંગ ખરેખરીનો જામ્યો  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here