THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૨/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ વધુ ૦૩ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૧૮ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૨/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૧૫ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૩ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના ૦૩ પોઝીટીવ કેસ આવતા તેઓના નામ (૧) વિશાળ મહાબલ પાવેચા ઉ.વ. – ૩૩ વર્ષ મુ.પો. લીમડી, તા. ઝાલોદ કે જે આજથી પંદર દિવસ પહેલા વડોદરા ગયા હતા તેમના પિતાને લો કોરોના પોઝીટીવ હતો અને તેઓ વડોદરામાં તાવના કારણે દાખલ થયા હતા ને તેઓ તા.૩૦ જુન ના રોજ થી ઝાયડસ હોસ્પીટલમાં દાખલ છે. (૨) નારુંભાઈ ચુનીયાંભાઈ સંગાડા ઉ.વ. – ૫૨ વર્ષ રહે.દાહોદના ને કોરોના ના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલ માં દાખલ છે અને (૩) રાજેશ વિનેશ મકવાણા ઉ.વ. ૨૨ વર્ષ, રહે. ધાણીખૂંટ તા. ફતેપુરા અને તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરતાં જાણવા મળેલ કે તેઓ અમદાવાદ થી પોતાના ગામમાં આવેલ. આ ત્રણેય વ્યક્તિઓમાં કોરોના પોઝીટીવના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ ત્રણેય વ્યક્તિઓને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના ત્રણેયને કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૬૦ (સાએઠ) થઈ છે. જેમાંથી કુલ ૪૫ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪ થઈ ગઈ છે. અને એક વ્યક્તિનું વડોદરા ખાતે ડાયાબિટીસની દવા કરાવવા ગયેલ અને ત્યાં તેમનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.