દાહોદમાં કોરોનાનો કેર યથાવત, આજે પણ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ આવ્યો

0
94

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ વધુ ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૩૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના ૦૧ પોઝીટીવ કેસ આવતા તેઓનું નામ (૧) શાબીરભાઈ ભાભોર ઉ.વ. – ૩૬ વર્ષ ગોદી રોડ, મુ.પો.દાહોદનાને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

THIS NEWS POWERED BY –– PHONE WALE 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ૦૧ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૬૧ (એકસઠ) થઈ છે. જેમાંથી કુલ ૪૫ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૫ થઈ ગઈ છે. અને એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here