દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દીને આજે તા.૧૨/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૧૦ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૫ વર્ષિય ભાતુભાઈ દિતિયાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા. બાદમાં તેમને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેઓ કોરોનાથી મુક્ત થતાં આ એક દર્દીને કોવિડ કેર સેન્ટર ખાતેથી વિદાય આપવામાં આવી હતી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.
