દાહોદમાં કોરોના સામે પ્રતિકારક શક્તિ વધારાતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

0
33
દાહોદ નગરમાં બસ સ્ટેશનની સામે આયુર્વેદિક ઉકાળા – અમૃતપેયનું નિઃશુલ્ક વિતરણ.
૧૨૦૦થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યું.
વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં બસ સ્ટેશનની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અંદાજે ૧૨૦૦ થી વધુ નગરજનોએ આ અમૃતપેયનો લાભ લીધો હતો. જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. રજનીકાંત પટેલે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આયુર્વેદમાં દરેક રોગને જડમૂળથી નાબૂદ કરવાના અસરકારક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે આ અમૃતપેય આયુર્વેદના સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. આ અમૃતપેયથી કોરોનો વાયરસથી તો બચાવ થાય જ છે સાથે ઇતર બિમારીઓથી પણ વ્યક્તિ સુરક્ષિત રહે છે. આ અમૃતપેયથી માણસની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે. આ અમૃતપેયમાં મુખ્યત્વે ગુડુચ્યાદી ક્વાથ, દશમૂલ ક્વાથ, ત્રિકટું – સુંઠ, મરી, પીપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજે ૧૨૦૦ થી વધુ નાગરિકોએ આ અમૃતપેયનો લાભ લીધો છે. જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, દાહોદ દ્વારા કરવામાં આવેલી આ પહેલને નાગરિકોએ આવકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here