દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ.એચ.મેડાએ એક યાદીમાં જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણ ને અટકાવવાના પ્રયાસ રૂપે અત્રેના જિલ્લામાં આવેલી સરકારી / બિન સરકારી અનુદાનિત / ખાનગી શાળાઓ તેમજ કોચીંગ ક્લાસીસ / પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસીસમાં કોઇ પણ બાળકોને ભણાવવા માટે શાળાઓ કે ટ્યૂશન ક્લાસ ઉપર રૂબરૂ બોલાવવાના રહેશે નહી. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે શાળા કોલેજો પણ Covid – 19 નાં સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે સરકારે બંઘ રાખી છે. ત્યારે આવા ટ્યૂશન ક્લાસીસ / કોચીંગ ક્લાસીસ પણ બંઘ રહે તે જરૂરી છે. ટ્યૂશન ક્લાસીસ / કોચીગ ક્લાસીસ બંઘ રાખવા ટ્યૂશન ક્લાસીસ સંચાલકોને આ યાદીથી જણાવવામાં આવે છે. તેમજ કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવવા સહાયરૂપ થવા સૌ નાગરિકોને અપીલ છે. જો આપની આસપાસ આવા કોઇ ટ્યૂશન ક્લાસીસ ચાલતા ધ્યાને આવે તો નાગરિકોએ જાગૃકતા દાખવી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૧૦૦ ઉપર જાણ કરવી. જેથી તેઓની સામે સરકારશ્રીના નિયમોનુસાર તુરંત કડક કાર્યવાહી કરી શકાય.
દાહોદમાં ટ્યૂશન ક્લાસીસ કે પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસીસ ચાલુ રાખી શકાશે નહી : જિલ્લા શિક્ષણાધિકારી, દાહોદ
RELATED ARTICLES