દાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રાખવા જિલ્લા કલેક્ટરનો આદેશ

0
222

દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા કલેક્ટર વિજય ખરાડીએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે બંધ રાખવાના છે. આ ઉપરાંત, રાત્રી દરમિયાન કર્ફ્યુ પણ યથાવત છે. સતત પૂછાતા પ્રશ્નોના જવાબમાં કલેક્ટરશ્રીએ આ મુજબ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here