દાહોદમાં પતંજલિ યોગ સમિતિ અને ગુફિક બાયો સાયન્સ લી. હર્બલ ડિવિઝન દ્વારા હાડકામાં કેલ્શિયમની ઉણપ ચકાસણીના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

0
548

Keyur A. Parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar – Dahod Bureau

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોવિંદ નગર ખાતે આવેલ જ્ઞાનદીપ હોલમાં તારીખ 29મી મે 2016ના રવિવારના રોજ પતંજલિ યોગ સમિતિ અને ગુફિક બાયો સાયન્સ લી. હર્બલ ડિવિઝન દ્વારા હાડકામાં કેલ્શિયમની ઉણપ ચકાસણીનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું આ કેમ્પમાં સવારના 9 કલાક થી બપોરના 3 કલાક સુધીમાં આશરે 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વૈદ્ય ચંદનકુમાર આર. બામણ અને વૈદ્ય હરેશભાઈ ત્રિપાઠીએ હાડકામાં કેલ્શિયમની ઊણપના દર્દીઓની તપાસ કરી તેમનો ઉપચાર કરી દવા આપી હતી. અને તેમણે યોગ પ્રાણાયામ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનું આયોજન પતંજલી યોગ સમિતિ અને ગુફિક બાયો સાયન્સ લી. હર્બલ ડિવિઝન દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જે લોકોના હાડકાં નબળા પડી ગયા હોય, શરીરના કોઈપણ સાંધાનો દુખાવો થતો હોય, જે લોકો પલાંઠી ના વાળી શકતા હોય, ઘુંટણમાં ઘસારો લાગતો હોય અને રજો નિવૃત્તિમાંથી (મહિલાઓ માટે) પસાર થઈ રહ્યા હોય, 40 વર્ષની ઉપરની ઉમરના હોય તેવા લાભાર્થી દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો.
Byte: – પ્રીતિબેન કોઠારી > પતંજલિ યોગ સમિતિ જિલ્લા મહિલા અધ્યક્ષ > આ કેમ્પમાં આવેલ દરેક લાભાર્થી દર્દીઓને ડોક્ટરો દ્વારા જે દવા પ્રિફર કરવામાં આવી હતી તેમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા દરેક દવા ઉપર 10 ટકા ડિસ્કાન્ટ આપવામાં આવ્યું હતું અને આ કેમ્પના લાભાર્થીઓને યોગ વિષે માહિતી આપતું એક પેંપ્લેટ પણ આપવામાં આવ્યું છે કે જેથી તેઓ પોતાના ઘરે આ યોગ કરી શકે અને વધુમાં ગોવિંદ નગર ખાતે આવેલ બાગમાં તરીખ 30 અને 31મી મે 2016ના દિવસે યોગ વિષે મફત માર્ગદર્શન આપવામાં આવશે.

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here