દાહોદમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાશે

0
35

જિલ્લાકક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે રિહર્સલ યોજાયું.

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર એ.બી.પાંડોરએ આ અંગેની પૂર્વતૈયારીનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંગએ ઉજવણીમાં સામેલ થનારા સુરક્ષા દળનાં જુદી-જુદી પ્લાટુન્સને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ નાયબ વનસંરક્ષક, દાહોદનાં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દાહોદ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિયત સંખ્યામાં કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે કરવામાં આવશે. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મયોગીઓનું સન્માન, રમતવીરોના સન્માન મોકુફ રખાયા છે અને સમગ્ર કાર્યક્રમ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here