દાહોદમાં પ્રથમ વખત ભગવાન શ્રી ગણેશજીની થીમ ઉપર ૧૦૮ KALA VINAYAKAA ના નામથી પેઇન્ટિંગ આર્ટ પ્રદર્શની યોજાઈ

0
940

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

દાહોદમાં પ્રથમ વખત પેઇન્ટિંગ આર્ટ પ્રદર્શની યોજાઈ જેમાં ભગવાન શ્રી ગણેશજીની થીમ ઉપર ૧૦૮ KALA VINAYAKAAના નામથી આ પ્રદર્શની રાખવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી કુલ ૧૦૮ ચિત્રકારોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શની હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિરની સામે રાખવામાં આવી છે અને તે ઇન્ડિયન કન્ટેમ્પરરી બેઝ્ડ છે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન દાહોદની ભગિની સમાજના પ્રમુખ શ્રેયાબેન શેઠ, અતુલભાઈ પાડીઆ અને જયરાજ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીને સારો પ્રતિષાદ મળ્યો હતો અને દાહોદ ના ચિત્ર રસિકો અને કલાકારો તેમજ સામાન્ય લોકો પણ આ પ્રદર્શનીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here