દાહોદમાં બિનઆવશ્યક ચીજવસ્તુ હોવા છતા આવશ્યક ચીજવસ્તુના સમયમા દુકાન ખોલીને ધંધો કરતી બે દુકાનોને નગર પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું

0
1049

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે બિન આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતી 2 દુકાનો આવશ્યક ચીજવસ્તુના વેચાણ સમયમાં બીનાવશ્યક ચીજ વસ્તુની દુકાન ખોલી ધંધો કરતા દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા હતા. દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસરની સૂચના અનુસાર નગર પાલિકા કર્મચારીઓ દ્વારા (૧) રાજ સ્ટીલ ફર્નિચર, 1,ગૌશાળા શોપિંગ સેન્ટર, ગૌશાળા રોડ, દાહોદ અને (૨) ફખરી વાસણ ભંડાર, ભોઈવાડ, દાહોદ ખાતેની આ બંને દુકાનોને નોટીસ પાઠવી સીલ કરવામાં આવી. અને હવે આ દુકાનો જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી ખોલી શકશે નહીં. આ બન્ને દુકાનોને સીલ લાગતા બિન આવશ્યક ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here