દાહોદમાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68માં જન્મ દિવસની સાંસદ અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહની અધ્યક્ષતામા ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
293

 

Thia news is powered by : Rahul Motors

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે   આજ રોજ તા.૧૭/૦૯/૨૦૧૮ સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે દાહોદ ભાજપ દ્વારા નીચે‌ મુજબના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં :
(1) સવારે ૧૧:૦૦ કલાકે બ્લાઇન્ડ વેલ્ફેર, દાહોદ ખાતે દિવ્યાંગ બાળકોની મુલાકાત લેવામાં આવી હતી.

(2) સવારે ૧૧:૩૦ કલાકે ઝાઇડસ હોસ્પિટલ, દાહોદ ખાતે દર્દીઓને તથા બાળકોને ફ્રુટ તથા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

(3) સવારે ૧૨:૦૦ કલાકે ભગીની સમાજ ચોકમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખેલ હતો. તેમાં ભાજપના દરેક કાર્યકર્તાઓએ ઉમળકાભેર ભાગ લઈ સાફસફાઈ કરી હતી.

(4) બપોરે ૦૨:૦૦ કલાકે કેદારનાથ મહાદેવ, કાળીડેમ ખાતે મહાપૂજા કાર્યક્રમ

તથા (5) રાત્રીના ૦૮:૩૦ કલાકે એમ.જી.રોડ, દાહોદ ગણેશ મંડળ ખાતે ૧૦૦૦ દિવડાની મહાઆરતી નો કાર્યક્રમ રાખેલ હતો. આ તમામ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલુપરવાલા, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, દાહોદ નગર સેવાસદનના પ્રમુખ અભિષેક મેડા, ચીફ ઓફિસર પી.જી. રાયચંદની, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, બીજલ ભરવાડ, રાકેશ માળી, માજી પ્રમુખ સંયુકતાબેન મોદી, વીણાબેન પલાસ, પ્રીતિબેન સોલંકી, લખન રાજગોર, નીરજ મેડા, તેમજ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ રીતે દાહોદ ભાજપે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here