દાહોદમાં વાવાઝોડા સાથે સાંબેલાધાર વરસાદ : પાલિકાના ફાયર ફાઇટરો તથા એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી

0
1584

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના  મુખ્ય મથક દાહોદમાં આજરોજ સાંજના આશરે ૫:૦૦ કલાક થી લઈને રાત્રિના ૮:૦૦ કલાક સુધી ખુબ જ સાંબેલાધાર વરસાદ અંદાજે ૩ થી ૪ ઇંચ વરસાદ પડ્યો જોવાનો અંદાજ છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નદી નાળા છલકાઈ ગયા હતા અને તેના પાણી રસ્તા ઉપર આવી ગયા હતા જેથી ટ્રાફિક ને અસર થઈ હતી. સ્ટેશન રોડ પર આવેલ આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલ થી લઈ ને છેક ભગિની સમાજ સુધી ના રસ્તા પર પાણી ઘુંટણ સુધી આવે તેટલું પાણી ભરાઈ ગયા હતા અને સ્ટેશન રોડ, ચાકલીયા રોડ, દેસાઈવાડા, ગોધરા રોડ, ઘાંચીવાડ તથા ગોકુળ સોસાયટી વિસ્તારમાં ઠેક ઠેકાણે ઝાડ પડી ગયા, તેવી જ રીતે દાહોદ સિવિલ હોસ્પીટલમાં પણ ખૂબ જુનું પુરાણું એક મોટું ઝાડ કેસ બારીના બિલ્ડીંગ પર પડી ગયું હતું પરંતુ કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ મોટા પાયે નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે.                 navi 2images(2)

આવી જ રીતે શહેરના ઘાંચીવાડા વિસ્તારમાંથી જાન ભરીને ત્રણ બસ જતી હતી તેવામાં જ રસ્તા ની બાજુએ થી ત્રણ થી ચાર ઝાડ રસ્તા પર પડતાં તે ત્રણેય બસો ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ ફાયર ફાઇટરોને બોલાવાતા તેમણે જે.સી.બી.ની મદદ થી તે ઝાડ ખસાવી જાનને રવાના કરી હતી આમ શહેરના ઠેક ઠેકાણે ઝાડો પડી જતાં તે ઝાડ ફાયર ફાઇટરોએ જે.સી.બી.ની મદદથી તરત જ રસ્તા પરથી હટાવી દઈ  રસ્તા ચાલુ કર્યા હતા. અને શહેરમાં આવેલ મુક્તિધામ (શ્મશાન) રોડ પર જીવંત વાયર તૂટી પડતાં NewsTok24 દ્વારા પાલિકાના ઈન ચાર્જ ફાયર અધિકારી નિલેશ શાહ ને જાણ કરતાજ તેઓએ  એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને જાણ કરતાં તાત્કાલિક અસરથી ત્યાં આવી જઇ તે જીવંત વાયર ડીસકનેક્ટ કર્યા હતા ત્યારે લોકોએ  હાશકારો અનુભવ્યો હતો અને આમ કોઈ પણ અકસ્માત કે ઘટના ને બનતા પહેલા અટકાવી  હતી . દાહોદ શહેરમાં વરસાદના લીધે લાઇટ બંધ થઈ ગઈ હતી અને અંધારમાં ધકેલાઇ ગયું હતું પરંતુ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તો બધી જગ્યાએ લાઇટ ફરીથી શરુ કરી દીધી હોવાના  સમાચાર પ્રાપ્ત થયેલ  છે.

 ખરેખર કાલ ના આ વરસાદ અને વાવાઝોડાને જોતા ખાસ્સું નુકશાન થયું હોય તેમ જણાતું હતું અને  જોઈ શકાતું હતું. પરંતુ દાહોદ પાલિકાના ફાયરના લાશ્કરોએ અને MGVCL ની ટીમે ખુબજ સમન્વય થી પ્રશંસનીય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here