દાહોદ ખાતે આજે આદિવાસી કલચરલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
341

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના મુખ્ય શહેર અને જિલ્લા મથક ખાતે આજે વર્ષો જૂની આદિવાસી લોકો ની માંગ હતી કે દાહોદ જિલ્લામાં એક સરસ આદિજાતિ કલચરલ અને કોમમ્યુનિટી હોલ બનાવવામાં આવે। આ લાગણી ને દાહોદ નગર પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખે ધ્યાન માં રાખી અને દાહોદ શહેર ની મધ્યમાં આવેલ રૂપિયા 25 કરોડ રૂપિયા જેટલી કિંમત ની આ જગ્યા ફાળવી દીધી હતી પરંતુ આ જગ્યામાં ભૂતકાળમાં ગૌશાળા ચલાવમાં આવતી હતી. આ ગૌશાળાને દાહોદ નગર પાલિકાના તત્કાલીન પ્રમુખ સંયુક્તાબેન મોદીએ ઠરાવ કરીને એક એકર જગ્યા ગૌશાળાને ફાળવી આપી હતી. અને આ ગૌ શાળા ત્યાં બની ગયા પછી અહીં આદિવાસી ભવન ની કામગીરી શરુ કરવાં આવશે. દાહોદ કલચરલ કોમમ્યુનિટી હોલ માટે દાહોદ સીટી ગ્રાઉન્ડ ની પાસે આવેલ સર્વે ન. 91/1 પૈકીની કુલ 4353 ચોરસ મિટર જમીન ફાળવવામાં આવેલ છે, જેનું બંધ કામ આદિવાસી લોકો માટે કરવામાં આવનાર છે, ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ ના ઠરાવ ક્રમાંક 102016 – ન.બા.18ઘ, તારીખ 21-04- 16 અન્વયે દહાડો જિલ્લા ખાતે કલચરલ હોલ ના બાંધકામ માટે રૂ.263.10 લાખ ની જોગવાઈ પૈકી રૂ,87,70 લાખ ની નવી બાબત ની વહીવટી મંજૂરી મળેલ છે.
આજે આ ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લાના તમામ આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા. અને તેઓમા ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here