દાહોદ ખાતે આજે વહેલી સવારે 6.30 કલાકે પોલીસ પરેડ ગાઉન્ડ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કેન્દ્રીય આદિજાતિ મંત્રી જસવંતસિંહના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું

0
197

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

21 જૂને એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટેનો ભગીરથ પ્રયાસ આજે સમગ્ર વિશ્વંમાં જોવાઈ રહ્યો છે અને માત્ર ભારતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાય છે.

જેના ભાગ રૂપે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે વહેલી સવારે 6.30 કલાકે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા કલેકટર જે. રંજીથકુમાર, ડી.ડી.ઓ. સુજલ મયાત્રા તેમજ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ શ્રી શ્રી રવિશંકર સંકુલના યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

સૌ પ્રથમ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌથી યોગ દિવસ નિમિતે વક્તવ્ય આપી અને યોગ દિવસનું મહત્વ સમજાવ્યું ત્યાર બાદ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય વિજય રૂપાણીએ યોગ દિવસ ઉપર શાબ્દિક પ્રવચન આપ્યું અને ત્યાર પછી યોગ શિબિર શરુ થયો અને 45 મીનિટ સુધી મંત્રીઓ, અધિકારીઓ, બાળકો અને નેતાઓએ યોગના આસનો કર્યા અને વિશ્વ યોગ દિવસને સાર્થક બનાવ્યો. આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે યોગ દસ હઝાર વર્ષ જૂની આપણી પરંપરા છે અને એને જાળવીશું તો આપણું સ્વાસ્થય અને સંસ્કૃતિ પણ વિના મુલ્યે જળવાશે. જયારે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહે કહ્યું હતું કે આંતરાષ્ટ્રીય યોગ દિવસ આપણા લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેમના ભગીરથ પ્રયાસોથી જ આ શક્ય બન્યું છે અને આનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, જેમને વિશ્વ ફલક પર ફરી એક વખત ભારતની યોગા મારફતે એક શાખ ઉભી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here