દાહોદ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત ર્ડા.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

0
138

 

 

દલીત, પીડીત શોષીત તથા પછાત જાતિના લોકોને આગળ લાવવાનુ કામ ર્ડા.બાબા સાહેબ આંબેડકરે કર્યુ. – ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
ગ્રામ સ્વરાજ અભિયાન ̎અંતર્ગત તા.૧૪ એપ્રિલથી ૫મી મેં સુધી જુદા જુદા વિભાગો દ્વારા જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવશે. – કલેકટરશ્રી શ્રી વિજયકુમાર ખરાડી
અનુસૂચિત જાતિ કલ્યાણ અને જિલ્લા સમાજ કલ્યાણ જિલ્લા પંચાયત દ્રારા દાહોદ જિલ્લામાં “ગ્રામ સ્વરાજ અભિયાન ̎ અંતર્ગત ર્ડા.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭ મી જન્મ જયંતિ (સામાજીક ન્યાય દિવસ” તરીકે તથા બાબા સાહેબ આંબેડકરના વિચારોને મૂર્તિમંત કરવા અંગેનો કાર્યક્મ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર વિજયકુમાર ખરાડીની ઉપસ્થિતીમાં પ્રસંગ પાર્ટી પ્લોટ (ટોપી હોલ) ખાતે દીપપ્રાગટય કરી કાર્યક્રમ યોજાયો હતો.

ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે ર્ડા.બાબા સાહેબ આંબેડકરે જયારે ભારતનું બંધારણ બનાવ્યુ ત્યારે દેશમાં વસતા તમામ જાતિના લોકોને પોતાના હકકોને રક્ષણ મળી રહે સમાજમાં દલીત, પીડીત શોષીત તથા પછાત જાતિના લોકોને અન્ય સમાજથી પાછળ રહી ન જાય તે માટે આગળ લાવવાનુ કામ ર્ડા.બાબા સાહેબ આંબેડકરે કર્યુ છે. સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજના બનાવી જેવી કે શિક્ષણ ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યને લગતી યોજનાઓ, ઉચ્ચશિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ યોજના તથા આવાસોની યોજનાથી સંવાદિતાનો વ્યાપ વધે અને ગરીબ કુટુંબોને સરકારીની વિવિધ યોજનાઓ ઉજજવલા યોજના, સોભાગ્ય યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, જીવન જયોત વીમા યોજના જેવી અનેક યોજના અમલમાં છે તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો તથા આ જિલ્લામાં જે વિકાસના કામો કરવામાં કેન્દ્ર સરકારે અને રાજય સરકારનો પુરતો સહયોગ મળવાથી દાહોદ જિલ્લાને સ્માર્ટ સીટી બનાવવા પસંદ કરવામાં આવી છે તેને પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા કલેકટર વિજય ખરાડીએ ર્ડા.બાબા સાહેબ આંબેડકરે આપેલા સમાનતા, બંધુતા અને સામાજિક સમરસતાના આદર્શ વિચારોને મૂર્તિમંત કરી તેને અનુસરી જીવનમાં આગળ વધવા જણાવ્યું હતુ તથા “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત તા. ૧૪-૦૪-૨૦૧૮ થી તા ૫-૦૫-૨૦૧૮ સુધી જુદા જુદા વિભાગો દ્વારા જુદા જુદા દિવસોની જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે જય હરસિધ્ધી મહિલા મંડળ વણભોરીના પરમાર છાયાબેનને તથા જય માતાજી WSHG છાપરીના ટીનાબેન કમલેશભાઇ મકવણાને મીશન મંગલમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ દ્વારા એક એક લાખના કેશ ક્રેડીટ મંજુરી પત્ર આપવામાં આવ્યા હતા, તથા અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ₹.૫૦૦૦૦/- હજારનો એકટ્રોસીટી એકટની સહાયનો ચેક ધાનપુર તાલુકાના ડભવાના હરિજન ભારતભાઇ છગનભાઇને આપવામાં આવ્યો હતો. જયારે જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ તરફથી આંબેડકર આવાસના ૫ લાભાર્થીઓને ₹.૪૨૫૦૦/- ના બીજા હપ્તાના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. મીશન મંગલમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ દ્વારા રીવોલ્વીંગ ફંડ તથા સી.આઇ.એફ ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્મમાં નગરપાલિકાના પ્રમુખ સંયુકતાબેન મોદી, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહ, અધિક નિવાસી કલેકટર આર.એમ. ખાંટ, આયોજન અધિકારી કે.એસ. ગેલાત, નાયબ કલેકટર વાઘેલા તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.જે. પરમાર, અનુ.જાતિ કલ્યાણ નાયબ નિયામક આર.એચ.રાજ, નગરપાલિકાના કોર્પોરેટરો, અગ્રણીઓ, નગરજનો લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here