દાહોદ ખાતે ચુંટણી આયોગ દ્વારા પ્રથમ વખત દિવ્યાંગ મતદારો માટે જિલ્લા કક્ષાએ PWD ઓબ્ઝર્વર એસ.એલ.અમરાણી (IAS) ની નિમણૂક કરવામાં આવી

0
83

 

  • અંધ દિવ્યાંગજનો માટે બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ તૈયાર કરવામાં આવી છે

૧૯- દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. તદનુસાર ભારતીય ચુંટણી પંચ દ્વારા દાહોદ જિલ્લા માટે નિમાયેલ PWD ઓબ્ઝર્વર એસ.એલ.અમરાણી (IAS) ની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનુ આયોજન બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદ ખાતે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે PWD ઓબ્ઝર્વર એસ.એલ.અમરાણી (IAS) એ જણાવ્યુ હતુ કે, ભારતીય ચુંટણી પંચ દ્વારા આ વખતે દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહન અને સરળતા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રથમ વખત દિવ્યાંગ મતદારો માટે જિલ્લા કક્ષાએ PWD ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. તેમજ અંધ દિવ્યાંગજનો માટે બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ તૈયાર કરવામાં આવી છે.

આ પ્રસંગે નોડલ ઓફીસર PWD અને સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટાએ દિવ્યાંગો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડતાં જણાવ્યુ હતુ કે, લોકસભા સામાન્ય ચુંટણીમાં દિવ્યાંગ મતદારો માટે વિશેષ રૂપથી વ્હીલચેર, વિશેષ પાર્કિંગની વ્યવસ્થા અને રેમ્પની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને મત આપવા માટે સરળતા રહે તે અંગે મતદાન મથકે સહાયકની મદદ પુરી પાડવામાં આવશે. તેમજ દિવ્યાંગ મતદાર સીધા જ બુથના પ્રમુખ અધિકારીશ્રીને મળી શકશે અને પોતાનુ મતદાન કરી શકશે.

બ્લાઇન્ડ વેલ્ફેર કાઉંસિલ દાહોદના ટ્રસ્ટી યુસુફી કાપડીયા જે પોતે દ્રષ્ટીહિન અને ઇલેકશન આઇકોન છે. તેઓ દ્વારા દિવ્યાંગ મતદારોએ મતદાન કેવી રીતે કરવું તેની માહિતી અને વિગતવાર સમજણ આપી હતી.

PWD ઓબ્ઝર્વર દ્વારા તા.૦૪/૦૪/૨૦૧૯ ગુરુવાર તથા તા.૦૫/૦૪/૨૦૧૯ શુક્રવારના રોજ દાહોદ જિલ્લા ખાતે મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં એ.આર.ઓ. – વ – પ્રાંત અધિકારી તેજશકુમાર પરમાર, મામલતદાર, સર્વાંગી વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી, વિશિષ્ટ શિક્ષક મિત્રો અને દિવ્યાંગજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here