દાહોદ ખાતે જિલ્લા કક્ષાના ઉજવાનાર ૭૨મા સ્વાતંત્ર્ય પર્વનો રીહર્સલ કાર્યક્રમ યોજાયો

0
177

 

 

 

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટેની તમામ તડામાર તૈયારીઓ સંપન્ન. સ્વાતંત્ર્ય પર્વના મિનીટ – ટુ- મિનીટ કાર્યક્રમોનું જાત નિરિક્ષણ સાથે રિહર્સલ કરાયુ.
સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરી દેશભાવના સાહિત જોમ અને જુસ્સા સાથે રજૂ થવા જોઇએ : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી
દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાના ૭૨મા સ્વાતંત્ર્ય પર્વ, ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૮ની ઉજવણી મુખ્ય મથક દાહોદ પાોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫-૮-૨૦૧૮ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવશે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે જિલ્લા કક્ષાના ઉજવાનાર સ્વાતંત્ર્ય પર્વ દિવસનો રીહર્સલ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. તેમને ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરતાં પોલિસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું જાત નિરિક્ષણ કર્યુ હતુ. યોગ અને સાંસ્કૃત્તિક કાર્યક્રમો થનગનાટ અને દેશભાવના સાથે થાય તે માટે આયોજકોને અને રજૂ કરનાર બાળકોને વધુ પ્રેક્ટિસ કરી જોમ અને જૂસ્સા સાથે સ્વાતંત્ર્ય પર્વે રજૂ કરવા સૂચન કર્યુ હતુ.
રિહર્સલ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.બી.ચૌધરી, ડી.વાય.એસ.પી. તથા સંબંધિત અધિકારીઓ વગેરે ઉપસ્થત રહ્યા હતા.
કલેક્ટરએ ઉજવણી માટે ડોમ, બેઠક વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરક્ષણ કરતાં મિનીટ ટુ મિનિટ યોજાનાર, ત્રિરંગાના લહેરાવા સહિત તમામ કાર્યક્રમોનું સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જાત નિરિક્ષણ કર્યુ હતુ. આ રિહર્સલ કાર્યક્મનું સંચાલન પશુપાલન અધિકારી ર્ડા. કે.એલ.ગોસાઇએ કર્યુ હતુ.
આ રિહર્સલ કાર્યક્મમાં પ્રાંત અધિકારી ડી.જે.વાસાવા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસ, સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ, ભાગ લેનાર શાળા કોલેજના બાળકો, પરેડના પોલિસ ભાઇ–બહેનો, હોમગાર્ડ, એન.સી.સી.ના વિધાર્થીઓ, શાળા – કોલેજના વિધાર્થીઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here