દાહોદ ખાતે ”મા અન્ન પૂર્ણા યોજના“ નો ૬ઠ્ઠી એપ્રિલથી શુભારંભ

0
673

logo-newstok-272

Editorial Desk – Dahod

ગુજરાત રાજયના સર્વાંગી વિકાસને વરેલી ગતિશીલ ગુજરાત સરકાર દ્વારા રાજયમાં ૨ /- રૂપિયે કિલો ઘઉં અને ૩/- રૂપિયે કિલો ચોખા આપવાની ”મા અન્નપૂર્ણ“ યોજનાનો દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજયના મત્સ્‍યોધોગ અને વન-પર્યાવરણ રાજય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે તા. ૬-૪-૨૦૧૬ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સીટી ગ્રાઉન્ડ, દાહોદ ખાતેથી કરવામાં આવશે. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે.

રાજયના અંદાજે ૩.૫૦ કરોડ થી વધુ નાગરિકોને લાભ આપતી યોજના હેઠળના અંત્યોદય અને દરિદ્રનારાયણોની સેવારૂપી કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની જાહેર જનતા, અગ્રણીઓ તથા સામાજીક કાર્યક્રરો વગેરેને ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.ગાંધીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here