દાહોદ ખાતે રૂા. ૧૧ કરોડના ખર્ચે ૧૫ એકર જમીનમાં નિર્માણ પામનાર કેન્દ્રીય વિધાલયનું ખાત મુર્હત કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

0
275

logo-newstok-272-150x53(1)

DAHOD DESK

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ધાટાપીરથી પ્રવેશતાં મુખ્ય માર્ગ ગોધરા રોડને અડીને ખુલ્લી ૧૫ એકર જમીનમાં કેન્દ્ર સરકારના માનવ સંશોધન શિક્ષણ વિભાગ અને રાજય સરકાર દ્રારા રૂા. ૧૧ કરોડના ખર્ચે ૧ થી ૧૨ ધોરણના બાળકો અને આદિવાસી વિસ્તારના બાળકો-સૈનિકોના બાળકો વગેરે ભણી શકે ઉજજવળ ભવિષ્ય બનાવી શકે તે માટેનું કેન્દ્રીય વિધાલયના અધતન રીતે નિર્માણ પામનાર ભવનનું ખાતમુર્હત ભારત સરકારના આદિજાતિ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે અને રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રી શ્રીબચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વિસ્તારોના અને ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકો તથા દેશની રક્ષા માટે ફરજો બજાવનાર વીર સૈનિકોના બાળકોના ઉચ્ચ શિક્ષણ સાથે તેઓના ઉજજવળ ભવિષ્ય માટે કટિબધ્ધ છે. આ વિધાલય રેલ્વેના મકાનમાં ૨૦૧૦ થી કાર્યાન્વિત છે. આ નવું ભવન બાળકોના ઘડતર અને શિક્ષણ માટે માત્ર ૧૫ મહિનામાં જ પૂર્ણ કરવાનું સરકારનું આયોજન છે.navi 2images(2)

વધુમાં શ્રીભાભોરે દાહોદ જિલ્લામાં વનબંધુ યોજના હેઠળ વિશાળ સંકુલ સાથે ફિજીયોથેરાપી કોલેજ, ૧૬ કરોડના ખર્ચે નર્સિંગ કોલેજ, ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ, ઝાલોદ-ધાનપુરમાં વિજ્ઞાન કોલેજ, ગરબાડામાં વિનિયન કોલેજ વગેરે શરૂ કરી સમાજ-ઉત્થાન માટે, રેલ્વેના વિસ્તૃતીકરણ માટે,  રૂા. એક કરોડના ખર્ચે પરેલ વિસ્તારના તમામ  પાકા આર.સી.સી. રસ્તાઓના નવીન કરણ માટે  કેન્દ્ર સરકારના આયોજનની શ્રી ભાભોરે જાણકારી આપી હતી. કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશમંત્રીશ્રી અમિતભાઇ ઠાકોરે બાળકના ઘડતર માટે ઉચ્ચ સંસ્કારો માટે દેશના સાચા નાગરિક તરીકે પ્રસ્થાપિત કરવા શિક્ષણ જ અગત્યનું છે. તેની મહત્તા વિશે સમજ આપતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી પરિવારો, દલિત પરિવારો અને સૈનિકોના બાળકોના જીવન ઘડતર માટે કટિબધ્ધ છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર કેન્દ્રીય વિધાલય સંગઠનના મદદનીશ કમિશનરશ્રી આર.એમ. ભાભોરે સ્વાગત પ્રવચન કરતાં કેન્દ્ર વિધાલયની રૂપરેખા આપી  હતી.

    આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી સુધીરભાઇ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન  મોદી, ઉપપ્રમુખશ્રી ગુલશનભાઇ બચાણી, પૂર્વધારા સભ્યશ્રી  મહેશ ભુરીયા, જીલ્લા મહામંત્રીશ્રી દિપેશભાઇ લાલપુરીયા, તાલુકા ભાજપા પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, અગ્રણીશ્રી મોતીસિંહ માળી, અગ્રણી શ્રીનરેન્દ્રભાઇ સોની, કારખાના પ્રબંધક શ્રી એન.ડી.શારકયવર્ય,ગ્રામજનો, શાળાના બાળકો વગેરે ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here