દાહોદ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે શાંતિકૂચ, પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

0
374

Keyur A. Parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod Bureau

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજ રોજ તા. ૨૭.૦૫.૨૦૧૬ શુક્રવારે સવારના આશરે ૧૦:૩૦ કલાકે આપણાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની બાવન (૫૨)મી પુણ્યતિથિ સંદર્ભે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગડી રોડ પર આવેલ તાલુકા પંચાયત ઓફિસ થી નગર પાલિકા સુધી શાંતિકુચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દાહોદ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, જિલ્લાના તમામ ધારાસભ્ય વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારિયા, ડો. મિતેશભાઈ તાવીયાડ, માજી સંસદસભ્ય ડો. પ્રભાબેન તાવીયાડ, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ,તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, નગર પાલિકાના કોંગ્રેસ કાઉન્સીલર નજમુદ્દીન ગાંગરડીવાલા અને દિનેશ સિકલીગર તથા તાલુકા અને જિલ્લામાથી આવેલ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ શાંતિકૂચ યાત્રા ગડીરોડ પર આવેલ તાલુકા પંચાયતની ઓફિસથી નીકળી યાદગાર ચોક થઈ નગર પાલિકા ચોકમાં આવી હતી ત્યાં પં. જવાહરલાલ નહેરૂના ફોટોને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઇ પટેલે સૂતરની આંટી પહેરાવી હતી અને ત્યારબાદ બધા નામી અનામી નેતાઓ તથા દરેક કાર્યકર્તાઓએ પં. જવાહરલાલ નહેરૂના ફોટા ઉપર પુષ્પમાળા તથા ફૂલો ચઢાવી શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું ત્યારબાદ પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવ્યું હતું અને દેશ માટે કઇંક કરી છૂટવાની બધા કોંગેસી નેતાઓએ બાંહેધરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here