દાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા

0
696

  • કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ સાથે ગરીબ, આદિવાસી, ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
  • મુખ્યમંત્રીશ્રીએ છાપરી ગામના ચંન્દ્રિકાબેન ચંદુભાઇ મેડા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ આવસ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યો : સરકારે આપેલા પાકા મકાનમાં ખાસ ચોરોનો ડર ગયો ચંદ્રિકાબેન મેડા

રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયના ૪૫૦૦૦ લાભાર્થીઓને સામૂહિક ઇ-ગૃહપ્રવેશ તથા મુખ્યમંત્રી ગ્રામોદયય યોજનાના ૨,૦૦,૦૦૦ લાભાર્થીઓને ઉધોગ સાથે જોડાણ, જોબવર્ક અને નિમણૂક પત્ર વિતરણ સમારોહ તથા ૧૮ જિલ્લાઓ સાથે વિડીયો ફોન્ફરન્સથી મુખ્યમંત્રીનો સીધો સંવાદ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમના સંદર્ભમાં દાહોદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજમંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દાહોદ, ગરબાડા, મુવાલીયા ફાર્મ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો.
દિપ પ્રાગટય સાથે કાર્યક્રમને ખુલ્લો મુકતા કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ ગરીબ વ્યકતિઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધીમાં પાકા આવસોમાં રહે તેવો દૃઢ સંકલ્પ કર્યો છે. રાજયના મુખ્યમંત્રીશ્રીએ ઇ-ગૃહપ્રવેશ દ્વારા એકી સાથે ૪૫૦૦૦ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો છે. તદઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ એક સાથે ૨ (બે) લાખ લાભાર્થીઓને ઉધોગ સાથે જોડાણ – જોબવર્ક અને નિમણૂક વિતરણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામા આવ્યા હતા.

દાહોદ જિલ્લાના ૧૩૫૫૫ વ્યકિતઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ટોકનરૂપ ચાવી આપીને કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી ભાભોરે ઇ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો. જિલ્લાના ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂક પત્ર કેન્દ્રીય રાજય મંત્રીશ્રી ભાભોરના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. વધુમાં કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ સાથે ગરીબ, આદિવાસી, ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂા. ૬,૦૦૦/- દર વર્ષે આ જીવન જમા થશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગંભીર રોગોમાં રૂા. ૫,૦૦,૦૦૦/- લાખ સુધીની આરોગ્ય વિષયક સારવાર, ઉજજવલા યોજના હેઠળ મહિલાઓને ગેસ જોડાણ, વિજળીના બીલ માફી યોજના, સહિત જિલ્લામાં ૧૨૦૦/- કરોડના ખર્ચે કડાણા આધારિત પાઇપલાઇન દ્વારા સિંચાઇ યોજનાનુ કામ ૮૦ ટકા પૂર્ણ થયેલ છે. જેના થકી જિલ્લામાં હરિયાળી ક્રાંતિ સાથે સ્થળાંતરનો પ્રશ્ન હલ થશે. રૂા. ૮૯૦/- કરોડની નર્મદા આધારિત હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાનું કામ પણ ૮૦ ટકા પૂર્ણ થયેલ છે. જેના થકી પણ જિલ્લાને શુધ્ધ પીવાનું પાણી મળી રહેશે. ત્યારે દેશના વિકાસ માટે સૈા સહિયારા પ્રયાસો હાથ ધરીએ તેમ કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરે આહ્વાન કર્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોના સર્વાગી વિકાસ માટે દોટ લગાવી છે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૪૫,૦૦૦/- આવાસોના લક્ષ્યાંક સામે ૨૯૮૭૮ પૂર્ણ કરવામાં આવ્યા છે. અગાઉ ૨૩/૮/૨૦૧૮ની સ્થિતિએ પૂર્ણ થયેલ ૧૬૩૨૩ આવાસો વડાપ્રધાનશ્રી દ્રારા ઇ-ગૃહપ્રવેશ કરાવી દેવામાં આવ્યો હતો. જયારે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૩૫૫૫ ઇ-ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો છે. બાકીના આવાસો પ્રગતિમાં છે. ત્યારે સ્વચ્છ ભારત મિશનમાં સૈા જોડાય, શૈાચાલયનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.બી.બલાતે, સંચાલન જિલ્લા પંચાયત નાયબ પશુપાલન નિયામક ર્ડા. કમલેશ ગોંસાઇએ જયારે આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રેણુકાબેન ગણાવાએ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ છાપરી ગામના ચંન્દ્રિકાબેન ચંદુભાઇ મેડા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ આવસ અંગે સીધો સંવાદ કરતાં પુછયું હતું કે પાકા આવાસમાં કેવું લાગે છે. ત્યારે ચંદાબેન કહે છે કે પહેલા કાચા મકાનમાં નળીયા ખોલીને ચોર ચોરી કરી લઇ જતા, વરસાદમાં નળીયામાંથી પાણી ટપકતું અને દર વર્ષે કાચા ઘરને રીપેરીંગ અમારે કરાવવું પડતું હવે એ ઝંઝટ ગઇ અમે અમારા બાળકો સાથે શાંતિથી પાકા મકાનમાં રહીએ છીએ. રાતનો ચોરોનો ભય ગયો આ કાર્યક્રમમાં જિલ્લા –તાલુકાના અધિકારીઓ અગ્રણીઓ, લાભાર્થીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here