દાહોદ જિલ્લાના કૃષિ મહોત્સવમાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજય મંત્રીના વરદ્હસ્તે પશુ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન

0
349

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD 

કેન્દ્રિય આદિજાતિ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરે દાહોદ ખાતે જિલ્લાના કૃષિ મહોત્સવ-૨૦૧૭ને ગૌ માતાના પૂજન અને દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે પશુ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રી જશવંતસિંહ ભાભોરે ઉપસ્થિત જિલ્લાના ખેડૂત અને પશુપાલક ભાઇ-બહેનોને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધરતી પરથી ૨૦૦૫થી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવી ગુજરાતનો ખેડૂત પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી કરે અને સુધારેલ બિયારણોના ઉપયોગ થકી, ખેતી ખર્ચમાં ઘટાડો કરી ગુણવત્તા યુકત ખેત ઉત્પાદન કરે તે માટે નિષ્‍ણાત ખેતી તજજ્ઞો, વૈજ્ઞાનિકોના માધ્યમથી ગામડે ગામડે ખેડૂતોના ખેતર સુધી જઇ માર્ગદર્શન પુરું પાડયું જેના પરિણામ સ્‍વરૂપ ખેડૂતો અધ્યતન ખેતી કરી આર્થિક રીતે સધ્ધર થયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ૨૦૨૨ સુધી દરેક ખેડૂત ખેત ઉત્પાદન મુલ્ય વર્ધિત કરે અને બમણી આવક ઉભી કરે તે માટેનું સ્‍વપ્‍ન છે. ત્યારે દાહોદ જિલ્લાના ધરતી પુત્રો કૃષિ મહોત્સવ-૨૦૧૭ નો લાભ લઇ તેને પોતાના ખેતરમાં અપનાવે તેવી વિનંતી જસવંત ભાભોરે આ પ્રસંગે કરી હતી.

કૃષિ મહોત્સવથી થકી દાહોદ જિલ્લાના ફૂલ – શાકભાજી – કેરી – આદું મુંબઇ-દિલ્હી ના બજારોમાં વેચાય છે. કૃષિ મેળાઓ થકી ૨૦૨૨ સુધીમાં ખેતીનું ઉત્પાદન બમણું કરવાનું દેશના વડાપ્રધાનનું સ્‍વપ્‍ન છે.

દાહોદ જિલ્લાના ખેડૂતોના બાળકો  અધ્યતન ખેતીલક્ષી ઉચ્ચ અભ્યાસ સ્‍થાનિક કક્ષાએ કરી અધ્યતન ખેતી કરી બમણી આવક મેળવે તે માટે દાહોદ અને દેવગઢબારીયા ખાતે કૃષિ ઇજનેરી કોલેજો શરૂ કરવામાં આવી છે. રાજય સરકારે ખેડૂતનું મોત થાય તો રૂા.૧ લાખનું વળતર, ખેડૂતોને ૧ ટકાના નહિવતૂ વ્યાજ દરે ૩ લાખ સુધીનું પાક ધિરાણ, વગેરે દ્રારા રૂા.૧૧ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનએ ખાતર વગર ખેડૂત ખેતીમાં નુકશાની ન ભોગવે તે માટે પૂરતો જથ્થો દરેક રાજયોમાં ઉપલબ્ધ કરાવ્યો છે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ૧,૦૯,૪૧૦ મેટ્રિકટન ખાતરનો પૂરતો જથ્થો પૂરો પડાયો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોને ૩૧૨ કરોડની વિવિધ સહાય ચૂકવવામાં આવી છે. ખેતીના પુરક ધંધા તરીકે પશુપાલનનો ધંધો કૃષિ મહોત્સવ થકી વધ્યો જેના થકી ૩૦૦ મેટ્રિક ટન ઉત્પાદન પરથી ૮૦૦ મેટ્રિક ટન ઉત્પાદન વધ્યું છે જે પાછળ રૂા.૨૦ કરોડની સહાયનો ખર્ચ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી કરતાં થયા છે. ફૂલોની ખેતી કરતા થયા છે. શાકભાજીની ખેતી કરતાં થયા છે. જે ખેત ઉત્પાદન દિલ્હી અને મુંબઇના બજારોમાં વેચાય છે.એમશ્રી ભાભોરે જણાવ્યું હતું.

કડાણા અને નર્મદાના નીરથી દાહોદ જિલ્લાનો ખેડૂત બારેમાસ સિંચાઇ કરતો થશે

દાહોદ જિલ્લાના ખેડૂતોને પીવાનું શુધ્ધ પાણી મળે અને સિંચાઇ થકી બારેમાસ ખેતી કરતો થાય તે માટે નર્મદા આધારિત હાંફેશ્વર યોજના અને કડાણા આધારિત યોજનાઓના કામો ઝડપભેર ચાલી રહ્યાં છે. દેશના ગામડાઓની મહિલાઓ-ગૃહિણીઓ રસોઇ બનાવવામાં ધુમાડાથી મુકત થાય તે માટે ઉજજવલા યોજના હેઠળ ૨ કરોડ મહિલાઓએ લાભ લીધો છે. અને તેની પાછળ ૩૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક ગરીબ પરિવારને પાકા મકાનો ૧.૨૦ લાખના ખર્ચે પૂરા પાડવા માટે સરકાર કટિબધ્ધ છે. એમ કેન્દ્રીય રાજયમંત્રી ભાભોરે જણાવ્યું હતું. ત્યારે દેશના અને રાજયના વિકાસમાં સૈા સહિયારા પ્રયાસો હાથ ધરીએ તેવી રાજ્યમંત્રી જસવંત ભાભોરે અપેક્ષા વ્યકત કરી હતી.

છેલ્લા દસ વર્ષમાં દાહોદ જિલ્લાના ખેડૂતોને રૂા.૩૧૨ કરોડ જેટલી કૃષિ ક્ષેત્રે વિવિધ સહાયચૂકવવામાં આવી છે કેન્દ્રીય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

પશુપાલન ગૌસંવર્ધન રાજયમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ હતુ કે રાજય સરકારે પશુપાલનને વ્યવસાય તરીકે ખેડુતો અપનાવે તે દિશામાં સાર્થક પ્રયત્નો કરી અનેક યોજનાઓ અમલીત કરી છે.પશુઓની દુધ ઉત્પાદક શકિત વધારવા સાથે રોગ સારવાર માટે પશુ દવાખાનાઓ ઉપરાંત મોબાઇલ વાન દ્ધારા ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ ઉપલબ્ધ કરી છે. દાહોદ જીલ્લાના 8 તાલુકાઓમાં ૧૦ ગામો વચ્ચે એક પશુ સારવારની મોબાઇલ વાન ટુંક સમયમાં શરુ થશે.દુધાળા પશુઓ આપવાની અમલીત યોજનામાં ૧૦ ગાયો સાથે એક સાંઢ પણ લાભાર્થીને આપવામાં આવશે.

છત્તીસગઢના ખેડુતોનું ગૃપ ગુજરાતના કૃષિ મહોત્સવથી આવેલા ખેતીના પરિવર્તનથી ખુબ જ પ્રભાવિત થયું હતુ.

દાહોદ જીલ્લાના આદિવાસી ખેડુત ભાઈ-બહેનો પણ રાજયના કૃષિ વિકાસની હરોળમાં આવે તે માટે ખેતીની યોજનાઓ અંતર્ગત રાજય સરકારે 85 ટકાની સબસીડી નિર્ધાર કરી છે.ઇ-માર્કેટીંગ દ્ધારા વિશ્વ બજાર સુધી દાહોદ જિલ્લાનો ખેડુત પોતાનું ખેત ઉત્પાદન વેચી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.આ માટે જિલ્લાના ખેડુતોને અધતન અને વૈજ્ઞાનિક કૃષિનું જ્ઞાન મળે,સુધારેલા ખેત ઓજારો મળે,બિયારણ અને ખાતરો ઉપલબ્ધ થાય તે માટે તમામ વ્યવસ્થાઓ સરકાર દ્ધારા  ઉપલબ્ધ બનાવવામાં આવી છે.જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ખાતે ટુંક સમયમાં ઇફકો ખાતર કંપની દ્ધારા કિસાન માર્કેટ કેન્દ્રનો પ્રારંભ થનાર છે.આ કેન્દ્ર ઉપરથી ખાતર, બિયારણ ખેત ઓજારો સહિત ખેડુતોને કૃષિ સંબંધી છેલ્લામાં છેલ્લી માહિતી ઉપલબ્ધ થશે.દાહોદ જિલ્લાના ખેડુતો ખેતી સાથે ફુલપાક, મસાલા પાક, બાગયતી પાક જેવા રોકડીઆ પાકોની વધુને વધુ ખેતી કરતા થાય તે માટે રાજય સરકાર અને કૃષિ યુનિવર્સિટી દ્ધારા આગવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાજય સરકારે પ્રાણીઓ દ્ધારા પાક ભેલાણના પ્રશ્નોનો ઉકેલ લાવવા તારની વાડ બનાવવાની યોજના અમલીત કરી છે.તો સિંચાઇનું પાણી સુલભતાથી પ્રાપ્ત થાય અને ખેડુતો બારમાસી ખેતી કરતા થાય તે માટે કડાણા અને નર્મદાના નીરને ખેડુતોના ખેતર સુધી પહોચાડવાના કામો પ્રગતિમાં છે. દાહોદ જિલ્લાના ધરતીપુત્રો ધરતી પર ધાર્યુ પરિણામ લાવી શકે તેવી તમામ સુવિધાઓ અને યોજનાકીય સહાય સરકાર દ્ધારા કરવામાં આવી રહી છે.તેવુ ભારપુર્વક મંત્રી બચુભાઈ ખાબડે વધુમાં જણાવ્યુ હતુ.

કૃષિ,શહેરી ગૃહ નિર્માણ રાજયમંત્રી વલ્લભભાઈ વધાસિયાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે કૃષિ મહોત્સવો થકી ખેડુતોને રાજય સરકારે વૈજ્ઞાનિક ઢબની અને આધુનિક ખેતીનું જ્ઞાન આપીને ખેતીને સમૃધ્ધ કરવા સાથે ખેડુતોની આવક બમણી કરી છે. હાલમાં ચાલી રહેલા ૧૩ માં કૃષિ મહોત્સવના વર્ષ દરમિયાન ઔધોગિક ખેત પધ્ધતિના વ્યાપને વધારવા કિસાનોને પુરતા માર્ગદર્શન સાથે યોજનાકીય સહાયો આપવામાં આવી રહી છે. વન અધિકાર અધિનિયમ હેઠળ ખેડુતોને જંગલની જમીન ખેડવાના હક્કો આપવાનો ઐતિહાસિક નિર્ણય રાજય સરકારે કર્યો છે. ખેતી ખર્ચ ઘટાડવા સાથે પાણીના ટીપે ટીપાનો કરકસર ઉપયોગ થઇ શકે તે માટે ખેડુતોને ફુવારા પધ્ધતિ અને ટપક સિંચાઇ પધ્ધતિની ભલામણ કરવામાં આવે છે અને એને અપનાવવા સબસીડી રુપી આર્થિક સહાય પણ આપવામાં આવી રહી છે. આ સહાય આદિવાસી ખેડુતો માટે ૭૦ ટકાથી વધારી ૮૫ ટકા કરવામાં આવી છે.રાજયના બજેટમાં કૃષિ બાગાયત, પશુપાલનમાં પુરતી નાણાકિય જોગવાઇ કરી છે. ખેડુતો બારમાસી ખેતી કરી શકે તે માટે જરુરી તમામ આધુનિક અને આર્થિક સહાય રાજય સરકારે ઉપલબ્ધ કરી છે. જેનો મહતમ લાભ લેવા મંત્રીશ્રી વલ્લભભાઈ વધાસિયાએ ઉપસ્થિત ખેડુત જનસમુદાયને વિનંતી કરી હતી.

માર્કેટીંગ અને વેલ્યુ એડીશન આધારીત કૃષિ મહોત્સવના આ સમારોહમાં યોજાયેલા કૃષિ વિષયક સેમીનારમાં દાહોદની કૃષિ ઇજનેરી પોલીટેકનીક કોલેજના આચાર્ય ડો.એમ.એમ.ત્રિવેદીએ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે વિશદ્ જાણકારી આપી હતી. સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના દેવગઢ બારીયા ખાતેના સહ પ્રાધ્યાપક ડો.જી.જે.પટેલે ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામના પ્રગતિશીલ ખેડુત આપસિંગભાઈ પટેલે બાગાયતી ખેતી હેઠળ વેલાવાળા શાકભાજીની મંડપ પધ્ધતિની ખેતી વિશે માર્ગદર્શન આપી જણાવ્યુ હતુ કે ઓછી જમીનમાં બે કે ત્રણ માળના માંડવા બનાવી જુદા જુદા શાકભાજીનું ઉત્પાદન કરી વધુ આવક મેળવી શકાય છે. આપસિંગભાઈએ તેમના ગામ ઉપરાંત આસરપાસ  ગામના 432 જેટલા ખેડુતોને શાકભાજીની આ ખેત પધ્ધતિ અને રાજય સરકારની યોજનાઓની જાણકારી આપવા સાથે લાભાન્વિત પણ કર્યા છે.

દાહોદ ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ સેમિનાર અને પ્રદર્શનને જોવા-જાણવા માટે છત્તીસગઢના ૪૮ જેટલા કિસાનોનું ગૃપ આવ્યુ હતુ. જેમાં ખેડુતો ઉપરાંત બાગાયત, ખેતી અને પશુપાલનના અધિકારીઓ પણ આવ્યાં હતા. જેમાના કબીરધામ જિલ્લાના ટુમરિયા ગામના ખેડુત તીકમસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, અમે અમારા ખેતરમાં ડાંગર, સોયાબીન, ચણા, તુવેર, ઘઉં જેવા ચીલાચાલુ પાકો લઇએ છે. જેમાં પુરતું ઉત્પાદન અને ભાવ મળતા નથી. ગુજરાતના જુદા જુદા જિલ્લા અને વિસ્તારોની મુલાકાતમાં ખેડુતો, તજજ્ઞો અને અધિકારીઓથી સારી એવી માહિતી મેળવી છે. ખાસ કરીને ઉનાળુ મગ અને તલ વિશે મળેલી જાણકારીનો અમે અમારા વિસ્તારમાં ઉપયોગ કરી અમારી આવક વધારીશું. ખરેખર, ગુજરાત સરકારે ખેડુતો માટે જે યોજનાઓ કરી છે, લાભો આપ્યા છે અને સગવડો ઉભી કરી છે તે વખાણવા લાયક છે.

છત્તીસગઢના ખેડુતોનું ગૃપ ગુજરાતમાં બાજરી, જુવાર, તલ, નારિયલ જેવી ખેતીથી ખુબ જ પ્રભાવિત થયું હતુ, તેમજ બારમાસી ખેતી કરવા, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, સંગ્રહ કરવા અને ગુણવત્તાયુકત ખેત ઉત્પાદન સાથે મુલ્યવર્ધન માટે ગુજરાત સરકારે કરેલા પ્રયાસોની ખુબ જ સરાહના કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીઓ અને મહાનુભાવોના વરદ્ હસ્તે દાહોદ જીલ્લાના ખેડુતો, પશુપાલકોને કૃષિ, બાગાયત, પશુપાલનનની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયના ચેકો, સાધનો અને મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને આત્મા એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી “કૃષિ યાંત્રિકરણ“ અને આણંદ કૃષિ યુનિવર્સિટીની “પાકોમાં પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન“ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર રંજીથકુમાર.જે.એ જયારે આભાર વિધી જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રાએ અને કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર રમેશ પરમારે કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ખેતી વાડી અધિકારીપ્ આણંદ કૃષિ યુનિ. દ્વારા અધતન ખેતીલક્ષી તથા જુદા જુદા વિભાગોના વિકાસલક્ષી ૧૦૦ જેટલા પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેને અગ્રણીઓ, જિલ્લા ખેડૂતો તથા ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ધારાસભ્ય રમેશભાઇ કટારા, નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુકતાબેન મોદી, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, આણંદ કૃષિ યુનિર્વસિર્ટીના કુલપતિ ર્ડા.એન.સી.પટેલ, વડોદરા સંયુક્ત ખેતી નિયામક કુરેશી, સંશોધન નિયામક ર્ડા. કથીરીયા, નિવાસી અધિક કલેક્ટર આર. એમ.ડામોર, પ્રાંતઅધિકારી. પી.એ.ગામિત, જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.પી.બગડા, નાયબ ખેતી નિયામક રાઠવા, જે.ડીચારેલ, જિલ્લા-તાલુકાના અધિકારી – પદાધિકારી ઓ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here