દાહોદ જિલ્લાના ગરબાડાના ભાજપા ડોક્ટર સેલ દ્વારા “૩૭૦ મોન્સુન મેડિકલ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું

0
41

કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ રદ્દ કરવાના ગુજરાતના સપુતોના નિર્ણયને વધાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા.૧૭ સપ્ટેમ્બરના દિવસ થી પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના જન્મ દિવસ તા.૨૫ સપ્ટેમ્બરના દિવસ સુધી ભાજપ ગુજરાત પ્રદેશ ડોકટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં “૩૭૦ મેડીકલ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે અને વર્ષાઋતુના કારણે થતાં પાણીજન્ય અને મચ્છરજન્ય થી થતાં રોગોની ફ્રિ સારવાર આ કેમ્પમાં કરવામાં આવશે અને આ કેમ્પોમાં નિદાન, સારવાર તેમજ નિઃશુલ્ક દવાનું વિતરણ ભાજપ ગુજરાત પ્રદેશ ડોકટર સેલ દ્વારા કરવામાં આવશે.

ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશના નિર્ણયને વધાવતા ગરબાડા તાલુકા ડોક્ટર સેલ દ્વારા આજ તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ ગરબાડા માધ્યમિક શાળા ખાતે “૩૭૦ મોન્સુન મેડિકલ કેમ્પ” (મફત સારવાર કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા – ગાંગરડીના ૨૦ જેટલા ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી અને અંદાજિત ૪૫૦ જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here