દાહોદ જિલ્લાના ગરબાડાના ચામુંડા માતાજીનાં મંદિરે તથા ગરબાડા પોલીસ સ્ટેશનમાં દુર્ગાષ્ટમીને નિમિતે હવન કરવામાં આવ્યું

0
41

નવરાત્રિ એટલે માં આધ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ અને તેમાં આશો સુદ અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે અને નવરાત્રિમાં દુર્ગાષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. આ અષ્ટમીના પવિત્ર દિને ગરબાડા નગર મધ્યે આવેલ ચામુંડા માતાજીનાં મદિરે તથા ગરબાડા પંથકના અન્ય માઈ મંદિરોમાં ધાર્મિક વિધિસહ હવન કરવામાં આવે છે. ગરબાડા મેઇન બજાર સ્થિત ચામુંડા માતાજીનાં મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આજરોજ આશો સુદ અષ્ટમી નિમિતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યું હતું અને હવનકુંડમાં  આહુતિ આપી શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.દુર્ગાષ્ટમીનું હવન અને માતાજીનાં દર્શન-આરતીનો ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી તથા માતાજીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગરબાડા પોલીસ સ્ટેશનમાં પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ અષ્ટમી નિમિતે હવન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here