દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં મુખ્ય મથક ગરબાડા ખાતે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર ગુજરાતના દરેક તાલુકા તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણી ગત રોજ તા.૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ યોજાઇ હતી. જે સંદર્ભે ગરબાડા બાર એસોસિએશનની ચૂંટણી પણ “એક બાર, એક મત” મુજબ યોજાઇ હતી. જેમાં ગરબાડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે રામસિંહ ચુનીયાભાઈ રાઠોડની બીનહરીફ વરણી કરવામાં આવેલ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે હિતેશકુમાર મોરી, સેક્રેટરી તરીકે જયેશકુમાર પ્રકાશચંદ્ર જોષી, જોઈન્ટ સેક્રેટરી તરીકે કરણસિંહ વાઘજીભાઈ પરમાર તથા ખજાનચી તરીકે અનિલભાઈ કાળુભાઈ રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી. આ તમામ હોદ્દેદારોની વરણીને ગરબાડા બાર એસોસિએશનના વકીલોએ સહર્ષ વધાવી લીધેલ.
