દાહોદ જિલ્લાના ગરબાડાના તાલુકાના ભીલવા ગામે નેશનલ હાઇવે ઉપર વહેલી સવારમાં વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર તથા વીજ પુરવઠો ખોરવાયો

0
46

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • બાવળનુ વૃક્ષ રસ્તા ઉપર ધરાશાયી થવાને કારણે નેશનલ હાઇવે ઉપર વાહનોની અવર જવર અંદાજીત સાતેક કલાક બંધ રહી હતી.
  • બાવળનુ વૃક્ષ વીજ લાઇન ઉપર પડતાં વીજ લાઇનને નુકશાન.

દાહોદ જિલ્લાના ગરબાડા  તાલુકાનાં મુખ્ય મથક ગરબાડા થી અલીરાજપૂર જતાં નેશનલ હાઇવે ઉપર ગરબાડા તાલુકાના ભીલવા ગામ પાસે વહેલી પરોઢના સમયે એક બાવળનું તોતિંગ વૃક્ષ રસ્તા ઉપર ધરાશાયી થઈ ગયું હતું. જેને કારણે ગરબાડાથી મધ્યપ્રદેશના ભાભરા – અલીરાજપુર તરફ આવન જાવન કરતાં વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. બાવળનું વૃક્ષ રસ્તા ઉપર ધરાશયી થવાને કારણે નેશનલ હાઇવે ઉપર વાહનોની અવર – જવર અંદાજીત સાતેક કલાક બંધ રહી હતી. વૃક્ષ ધરાશાયી થવાના લીધે કોઈ જાનમાલનું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ નથી, પરંતુ ત્યાથી પસાર થતી વીજ લાઇન ઉપર આ બાવળનુ વૃક્ષ પડતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, અને વીજ લાઇનને નુકશાન થયું હતું અને વીજ લાઇનના તારો તૂટી જવાના કારણે સબંધિત તંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરી વીજ લાઇનની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ધરાશાયી થયેલા વૃક્ષને રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી સવારમાં JCB મશીન દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આ ધરાશાયી થયેલ વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવતા નેશનલ હાઇવે ઉપર વાહન વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ થયેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here