દાહોદ જિલ્લાના ગરબાડામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહિદ જવાનોને આપવામાં આવી શ્રદ્ધાંજલી

0
48

ચીન દ્વારા ભારતની સરહદે ઘૂસણખોરી કરીને આપણાં ભારતીય સૈનિકો ઉપર હુમલો કરાતાં દેશના ૨૦ ભારતીય જવાનો શહિદ થયેલ છે. ચીન સાથેની હિંસક ઝડપમાં શહીદ થયેલા આપણાં ૨૦ ભારતીય જવાનોને ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા.૨૬/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ ગરબાડા ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ગરબાડા તાલુકા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઇ ચૌહાણ, ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here