દાહોદ જિલ્લાના ગરબાડામાં રામ નવમી પર્વની કરવામાં આવી ઉત્સાહભેર ઉજવણી

0
48

 

 

આજ રોજ ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ દિવસ જેને રામ નવમી તરીકે દેશભરમાં આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના ધાર્મિક મહાત્મય ધરાવતા પવિત્ર પર્વ રામ નવમીની ગરબાડા તાલુકામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ગરબાડા ખાતે મેઇન બજારમાં આવેલ શ્રી રામજી મંદિરમાં રામ નવમી નિમિતે ભગવાન શ્રી રામને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ભગવાન શ્રીરામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ભજન કીર્તન, હનુમાન ચાલીસાના પાઠ, ભગવાન શ્રી રામ લલ્લાની આરતી વિગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો.

ગરબાડા નગરના તથા ગરબાડા તાલુકાનાં બીજા મંદિરોમાં પણ રામ નવમીની ભક્તિસભર વાતાવરણમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તજનોએ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ નો લ્હાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here