દાહોદ જિલ્લાના ગરબાડામાં જાહેરનામાંનો ભંગ કરતી 6 દુકાનોને મામલતદાર દ્વારા રેડ કરાતા સીલ મારવામાં આવ્યાં

0
75

સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે ગરબાડા નગરમાં લોકડાઉનનો કડક પણે અમલ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ પણ વિભાગ સક્રિય છે, ત્યારે લોકડાઉન દરમ્યાન પણ ગરબાડા નગરમાં આવેલ બીનઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જેવી કે, કપડાની દુકાન, કંગન સ્ટોરફુટવેરની દુકાનના દુકાનદારોએ પરવાનગી વગર તેમની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરતાં હોઈ ગરબાડા મામલતદાર ને આ બાબતની જાણ થતાં આજે તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારનાં રોજ ગરબાડા મામલતદાર સહિતની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કરતાં બીનઆવશ્યક ચીજ વસ્તુઓની ૦૬ દુકાનો ખુલ્લી મળી આવતા મામલતદાર દ્વારા આ દુકાનો ઉપર નોટિસ ચોટાડી દુકાનોને સીલ કરવામાં આવી છે.

ગરબાડા મામલતદાર દ્વારા ગરબાડા નગરમાં એક સાથે ૬ દુકાનો સીલ કરાતા બીનઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી ધંધો કરતાં બીજા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here