દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના P.S.I. પી.કે. જાદવ, તેમનો ડ્રાઇવર અને 2 પોલીસ જવાનો થયા સેલ્ફ હોમ ક્વોરોન્ટાઇન

0
847

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામના નદી ફળિયા વિસ્તારમાં રહેતા એક ૨૭ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો આ વ્યક્તિ તા.૦૮/૦૪/૨૦૨૦ ના રોજ રાજસ્થાનના ભવાની મંડી ખાતે ગયો હતો અને તે પરત આવતા તેનું સ્ક્રીનીંગ કરી ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝીટીવ આવ્યાનું માલુમ પડેલ હતું. આ બાબતે ગરબાડાના P.S.I. પી.કે. જાદવએ ગરબાડામાં ડિટેકટ થયેલ આ ત્રીજા કોરોના પોઝીટીવ વ્યક્તિની બાઇકને પકડી ખસેડીને સાઈડમાં મૂકી હોઈ P.S.I. એ પોતે તકેદારીના ભાગ રૂપે પોતાને ગરબાડા પોલીસ સ્ટાફ કવાટર્સમાં હોમ ક્વોરોન્ટાઇન કર્યા. તેમની સાથે તેમની સરકારી ગાડીનો ડ્રાઇવર તથા 2 પોલીસ જવાનોએ પોઝીટીવ આવેલ ઇસમની ગાડી ડિટેઇન કરી હતી. આમ ગરબાડા P.S.I. અને તેમની સાથે ડ્રાઇવર અને 2 પોલીસ જવાનોએ પોતાને જાતે પોતાના ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન કરેલ માલુમ પડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here