દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં નવા વર્ષના દિવસે ગાયગૌહરી પાડવાની વર્ષો જૂની પરંપરા માટે ખરીદી કરતાં ખેડૂતો

0
64

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાદમાં ગાયગૌહરીના તહેવારને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગરબાડાના આજુબાજુના ગામોના ખેડૂતો ગાયગોહરીના તહેવારની ઉજવણી કરવા પોતાના પશુધનને શણગારવા માટે કલર, ભોરિંગા, મોરપીંછ, ઘૂઘરા, વિગેરે સામાનની ખરીદી માટે ઉમટી પડ્યા છે.

આજે તા.૨૮/૧૦/૨૦૧૯ ને સોમવારના નવા વર્ષનાં દિવસે ગરબાડા ખાતે ઉજવાતો ગાયગોહરીનો તહેવાર આખા દાહોદ જીલ્લામાં પ્રખ્યાત છે. તેને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ગરબાડામાં ઉમટી પડે છે. વર્ષોથી ચાલતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજા એટલાજ ઉત્સાહ સાથે અને ધામધૂમથી મનાવે છે. ખેડૂતો પોતાના પશુધન ને દીવાળીનાં દિવસે નવડાવી મહેંદી લગાવે છે અને બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે વહેલી સવારે ફરી પશુધનને નવડાવી પશુધનના શરીરે તથા શીંગડાને રંગબેરંગી કલર કરી ભોરિંગા, મોરપીંછ, ઘૂઘરા, વિગેરે બાંધી સજાવી તૈયાર કરી ગરબાડા નગરમાં ગોહરી પાડવા માટે લાવે છે અને ખેડૂતો પશુધનના ટોળાંની નીચે સૂઈ જ દંડવંત પ્રણામ કરી ગોહરી પડી ખેડૂતો ધન્યતા અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here