દાહોદ જિલ્લાના ગરબાડા થી ગાંગરડી સુધીનો રસ્તો તુટેલી અને જર્જરિત હાલતમાં, નવો બનાવવા લોકમાંગ

0
176

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય નગર ગરબાડા થી ગાંગરડી જતાનો રસ્તો એકદમ તુટેલી અને જર્જરિત હાલતમાં છે. આ રસ્તા ઉપર ઠેરઠેર નાના મોટા ખાડા પડી જવાથી રસ્તો એકદમ ઉબડખાબડ થઈ ગયેલ છે, જેના કારણે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ રોડ ઉપરની કપચી પણ છુટી પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવામાં ભારે અગવડ પડે છે. આના લીધે નાનામોટા અકસ્માતો થવાની, રોડ ઉપર કપચીને લીધે દ્વિ-ચક્રીય વાહનો સ્લીપ ખાઈ જવાની તેમજ દ્વિ-ચક્રીય વાહનો ઉપરથી પડી જવાનો પણ ભય રહેતો હોય છે.

ગરબાડા થી ગાંગરડી, મંડોર, ધાનપુર તરફ જવાનો મુખ્ય રસ્તો આ જ છે. સ્થાનિક વાહનો તેમજ ગાંગરડી, મંડોર, ધાનપુર તરફ જતાં નાના મોટા વાહનોની અવરજવરના કારણે આ રસ્તા ઉપર સતત ટ્રાફીકનું ભારણ રહે છે તથા આ રસ્તા ઉપર રહેણાંક વિસ્તાર તેમજ મંદિરો પણ આવેલ હોવાથી લોકોની સતત અવરજવર પણ રહેતી હોય છે.આ બાબતને સબંધિત તંત્ર ગંભીરતા થી લઈ વહેલામાં વહેલી તકે ગરબાડા થી ગાંગરડી તરફનો રસ્તો નવો બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તો શું આ બાબતે તંત્ર કોઈ કાળજી લેશે ખરું? કે પછી આંખ આડા કાન કરીને કોઈ મોટા  થાય તેની રાહ જોઈ રહી છે. તેવી પણ ચર્ચાઓ લોકોમાં ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here