દાહોદ જિલ્લાના ગરબાડા નગર સહિત ગાંગરડીમાં પણ ગરબાડા મામલતદારનો સપાટો

0
63

સરકારના આદેશ અનુસાર આજે તા.૨૧/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ ગરબાડા મામલતદાર મયંક પટેલ તથા નાયબ મામલતદાર હાર્દિક જોષી, એસ.કે.ભરવાડ, તલાટી કેતન ચૌધરી અને અન્યની ટીમ બનાવી ગરબાડા તથા ગાંગરડી ખાતે સતત બીજા દિવસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તથા ગાંગરડી ખાતે આવેલ ઠંડાપીણાંની દુકાનોમાં તથા ઠંડા પીણાની એજન્સીની દુકાનો તથા ગોડાઉન માં તપાસ હાથ ધરતા સદર તપાસ દરમ્યાન એક્સપાયરી ડેટવાળી કુલ ૪૬ બોટલોનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ હતો તથા એકવાફીના કંપનીની પાણીની બોટલ કે તે પણ એક્સપાયરી ડેટવાળી માલૂમ પડતાં આશરે ૬૦ નંગ પાણીની બોટલનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

ગરબાડા ખાતે ઠંડાપીણાંની બોટલોની અજન્સીની તપાસ કરતા સદર અજન્સીમાંથી મેન્યુફેક્ચરિંગ ડેટ વગરની કુલ ૫૮૦ નંગ કોલાની બોટલ મળી આવતા સદર બોટલો સીલ કરવા તથા તેની ક્વોલિટી તપાસવા ફૂડ ક્વોલિટી ચેકિંગ ટીમને જાણ કરી તેમને બોલાવતા ફૂડ ક્વોલિટી ચેકિંગ ટીમ દ્વારા ૦૪ નંગ ના ૦૪ સેમ્પલને લઈને સીલ મારી ક્વોલિટી ચેક કરવા માટે લઈ જવામાં આવેલ છે. જ્યાં સુધી ક્વોલિટી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી સદર પ્રોડક્ટ પર વેચાણ પ્રતિબંધનો આદેશ મામલતદાર ગરબાડા દ્વારા એજન્સીને આપવામાં આવેલ છે.

એ સિવાય સ્વાસ્થ્યને નુકસાન કરતાં એક રૂપિયા વાળી નાની પેપ્સી આશરે ૪૮૦૦ નંગ તથા મેન્યુફેક્ચરિંગ ડેટ વગરના આશરે ૮૪૦ નંગ નમકીનનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમ તથા ગરબાડા પોલીસને સાથે રાખવામાં આવી હતી.

વધુમાં, ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે ચાલતા એક દવાખાનામા પણ ગરબાડા મામલતદાર સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, દવાખાનાનો ડોક્ટર છટકી જવા પામેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here