દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં “રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રેલી નિકાળવામાં આવી

0
35

આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમ્યાન એન્ટીલેપ્રસી પખવાડિયાની ઉજવણી સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઇન તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લા આરોગ્ય સમિતિ અને જિલ્લા લેપ્રેસી સોસાયટી દાહોદ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આજ તા.૩૧/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ સવારમાં ગરબાડા તાલુકા મુખ્ય મથક ગરબાડા ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વાજતે ગાજતે રેલી કાઢી હતી. આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કર બહેનો તેમજ શાળાના શિક્ષકો સહિત શાળાના વિદ્યાર્થીઓ હાથમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી રેલીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here