દાહોદ જિલ્લાના ગરબાડા મામલતદાર સહિતની ટીમે ઉત્તરાયણ પર્વ અગાઉ ગરબાડા અને ગાંગરડી ખાતે દુકાનોમાં ચેકિંગ હાથ ધરી, વેપારીઓમાં ફફડાટ

0
75

દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ પર્વના દિવસો અગાઉથી જ લોકો પતંગ ચગાવાનો આનંદ માણતા હોય છે. પરંતુ ઉત્સવના ઉત્સાહમાં કેટલાંક લોકો દ્વારા ચાઇનીઝ તુક્કલ ઉડાવવામાં આવે છે જેનાથી આગ અકસ્માતના મોટા બનાવોની શક્યતા રહેલી છે. ઉપરાંત કેટલાંક લોકો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે કાચ પાવડર ઘસીને તૈયાર કરેલી સિન્થેટીક દોરીનો ઉપયોગ કરવામાં આવે છે જે પક્ષીઓ અને માણસો માટે પણ પ્રાણઘાતક નીવડતી હોય જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કલેક્ટર સાહેબના આ જાહેરનામા અંતર્ગત ગરબાડા મામલતદારની આગેવાનીમાં ગરબાડા મામલતદાર તથા નાયબ મામલતદાર અને તલાટી સહિતની ટિમ દ્વારા આજરોજ ગરબાડા નગરમાં તેમજ ગાંગરડી ગામે વિવિધ દુકાનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ગરબાડા અને ગાંગરડી ગામની વિવિધ દુકાનોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તે તમામ માલ જપ્ત કરવામાં આવ્યો છે. ચેકિંગ દરમ્યાન કુલ ₹ ૧૩૦૦૦/- ની કિંમતની ૭૯ રિલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ૨૩ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here